અમદાવાદ માં પ્રદુષણ વધી ગયું છે અને એર ક્વોલિટી ઈન્ડેક્સ 259 ઉપર પહોંચતા છેલ્લા 24 કલાકમાં હવાનું પ્રદૂષણ ડબ્બલ થઈ ગયું હોવાનું નોધાયું છે,જેમાં શહેર ના નવરંગપુરાની હવા સૌથી વધુ ખરાબ હોવાનું સામે આવ્યું છે.
આમ માત્ર બે દિવસમાં જ હવામાં પ્રદૂષણનું સ્તર બમણું થઈ અત્યંત ખરાબ પરિસ્થિતિમાં પહોંચી જતા લોકો ના સ્વાસ્થ નો સવાલ ઉભો થયો છે.
અમદાવાદ ના નવરંગપુરા, પીરાણા, એરપોર્ટ અને બોપલ જેવા વિસ્તારની હવા સૌથી પ્રદૂષિત રહી હોવાનું સામે આવ્યું છે. ગતરોજ અમદાવાદનો સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ 259 હતો. જે હવા અત્યંત પ્રદૂષિત હોવાનું દર્શાવે છે. ઠંડી વધ્યા બાદ હવામાં પ્રદૂષણના પ્રમાણમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.
21 ડિસેમ્બરની સરખામણીએ શહેરમાં પ્રદૂષણનું સ્તર બમણું થઇ ગયું છે. ગુરુવારના એર ક્વોલિટી ઈન્ડેક્સ મુજબ 350 અંક સાથે નવરંગપુરામાં સૌથી વધુ પ્રદૂષિત હવા હતી.જ્યારે પીરાણા 313ના આંક સાથે બીજા અને 302ના આંક સાથે બોપલ ત્રીજા ક્રમે રહ્યું હોવાનું સામે આવ્યુ છે.
શહેરમાં વાયુ પ્રદુષણની મોનિટરીંગ સિસ્ટમ લગાડવામાં આવી છે, જેમાં શહેરના વાયુ પ્રદૂષણમાં વધારો જોવા મળ્યો છે. દિલ્હી શહેર બાદ અમદાવાદની હવા પણ ઝેરી બની છે. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન અને હવામાન વિભાગ દ્વારા લગાડવામાં આવેલી ઍર ક્વૉલિટી મોનિટરીંગ સિસ્ટમમાં મપાયેલી હવા પ્રદૂષિત છે. શહેરમાં હવામાન વિભાગ અને મનપાએ 12 જેટલી ઍર ક્વૉલિટી મોનિટરીંગ સિસ્ટમ મૂકી છે જેમાં છેલ્લા બે દિવસથી વાયુ પ્રદૂષણનો ઇન્ડેક્સ વધારે જોવા મળી રહ્યો છે.
6
/ 100
SEO સ્કોર