અમદાવાદ: આજે 24 ફેબ્રુઆરી ખાસ દિવસ બની રહેવાનો છે આજે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમદાવાદ આવી રહ્યા છે સાથે તેમના પત્ની , પુત્રી વગેરે પણ છે જેઓ ને ગુજરાતી કલ્ચર નો અનુભવ પણ કરાવવા નો છે બીજી તરફ મોદીજી પણ બરાબર ફોર્મ માં છે તેથી જ પોતાનું વિશાળ ચિત્ર પણ તૈયાર કરાવી ઉંચી ઇમારત પર ટીંગાવી દીધું છે.
રિવરફ્રન્ટથી એરપોર્ટ તરફ જતા રોડ પાસેના એક બિલ્ડિંગ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 12 માળ જેટલું ઊંચું એક વિશાળ પોસ્ટર લગાવાયું છે. રવિવારે પવનને કારણે પોસ્ટર લગાવતાં આખો દિવસ નીકળી ગયો હતો. ગાંધી આશ્રમથી આ વિશાળ પોસ્ટર મોદી અને ટ્રમ્પ જોઈ શકશે આમ પોસ્ટર ધ્યાન ખેંચે તે રીતે ચીપકાવી દેવામાં આવ્યું છે
