આજકાલ મોબાઈલ ઉપર સોસિયલ મીડિયા થકી કહેવાતા પ્રેમ માં પડતી નાની બાળાઓ પોતાના માતાપિતા ના વિશ્વાસ નો ભંગ કરી કોઈ અજાણ્યા ઈસમો સાથે ભાગી જઇ જીવન બરબાદ કરતી હોવાના બનાવો રેડ સિગ્નલ બન્યા છે ત્યારે અમદાવાદ ના ગુજરાત યુનિ.વિસ્તારમાં રહેતી અને ધો.10માં અભ્યાસ કરતી 16 વર્ષની કિશોરી સોશિયલ મીડિયા ઉપર યશ બારોટ નામના યુવકના સંપર્કમાં આવ્યા બાદ પોતાના માતાપિતા કરતા આ યુવક પ્રત્યે વધુ લગાવ થતા તેની સાથે આઝાદી ભર્યું જીવન માણવા ઘરે થી ભાગી જતા પરિવાર પરેશાન થઈ ગયો હતો. સોસિયલ મીડિયા ઉપર મિત્રતા થયા બાદ કિશોરી યશ અને તેના ત્રણ મિત્રો સાથે આબુ જતી રહી હતી. કિશોરી 17 ડિસેમ્બરે સવારે ઘરેથી કોઈ ને કંઈપણ જાણ કર્યા વગર જ જતી રહી હતી. માતાપિતાએ તેની શોધખોળ કરતાં તેના રૂમમાં ચિઠ્ઠી મળી હતી, જેમાં લખ્યું હતું કે, ‘હું ફ્રીડમથી જીવવા માગું છું, જેથી ઘર છોડી જઉં છું.’. આથી તેના પિતાએ યુનિ. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ સીસીટીવી ફૂટેજ અને મોબાઇલ લોકેશનને આધારે કિશોરી સુધી આબુ પહોંચી પાંચેયને અમદાવાદ લાવી હતી અને આટલા દિવસ માં કિશોરી સાથે શુ થયું તે જાણવા કિશોરી ને મેડિકલ ચેકઅપ માટે લઈ જવાય હતી.
