કોરોના ના જીવતા બૉમ્બ બની ગયેલા અસંખ્ય લોકો કોરોના માં સપડાઈ ચુક્યા છે ત્યારે અહીં નોકરી કરતા પોલીસ કર્મચારીઓ ની વાત કરવામાં આવે તો એકલા અમદાવાદમાં જ 361 જેટલા પોલીસ કર્મીઓ કોરોના પોઝિટિવ બન્યા છે જે પૈકી 3 પોલીસ કર્મચારીઓ ના મોત થઈ ચૂક્યા છે.
અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં 361 પોલીસ કર્મઓ ના રિપોર્ટ કોરોના પોઝિટિવ નોંધાયા છે. જે પૈકી 273 કર્મીઓએ કોરોના સામે લડીને સાજા થઈ ગયા છે. જ્યારે હજુ 88 જેટલા પોલીસ કર્મીઓ સારવાર હેઠળ છે. કોરોના માં સારવાર માટે ધાંધિયા ઉભા થતા હાલમાં નરોડા ખાતે શેલ્બી હોસ્પિટલમાં પોલીસ કર્મીઓ તેમજ અધિકારીઓ માટે ખાસ સગવડ ઉભા કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ કર્મીઓની સારવાર ચાલી રહી છે.
માર્ચ મહિનાથી દેશભરમાં સતત લોકડાઉન કરવામાં આવ્યું છે. તેવા સમયે પોલીસકર્મીઓએ ખુબજ મહત્વની ભૂમિકા ભજવી છે. પોતાના જીવની ચિંતા કર્યા વગર જનતાની સેવામાં 24 કલાક રોડ ઉપર વિતાવ્યા છે. અમદાવાદમાં પણ કોટ વિસ્તાર સહિત સમગ્ર શહેરમાં લોકોને કોરોનાથી દૂર રાખવા માટે પોલીસ કર્મીઓ પ્રયત્ન કરી રહ્યા છે. જેમા કેટલાક કર્મીઓ પોતે જ કોરોનાનો ભોગ બન્યા છે આમ અન્ય વોરિયર્સ ની જેમ પોલીસકર્મીઓ પણ કોરોના સામે લડી રહ્યા છે.
