અમદાવાદ ના અમરાઈવાડી મેટ્રો રેલ પોજેકટ પાસે ન્યુ કોટન ચાર રસ્તા પર AMTSની બસ ના ચાલકે બેફામ બસ હંકારી એક મહિલાને અડફેટે લેતા મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. ઘટના થી લોકોના ટોળા એકઠા થયા હતા અને બસ ઉપર પથ્થરમારો કરતા પોલીસ સ્થળ ઉપર દોડી ગઈ હતી અને ડ્રાઈવર તથા કન્ડક્ટર ની પુછતાછ કરી હતી આ ઘટના અંગે ડ્રાઈવરે પોલીસને જણાવ્યું કે, જ્યારે બસ લાલદરવાજા તરફ જઈ રહી હતી ત્યારે એક સિનિયર સિટીઝન મહિલા અચાનક રોડ ક્રોસ કરી રહી હતી. જે જોઈ તેણે બ્રેક મારી હતી પણ ત્યાં સુધીમાં મહિલા બસના આગળના ટાયર નીચે આવી જતા મહિલાનું મોત નિપજ્યું છે. અકસ્માત બાદ બસમાં સવાર મુસાફરો માં પણ અરેરાટી ફેલાઈ ગઈ હતી. પોલીસ ઘટના સ્થળે આવી લોકોના ટોળા દૂર કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતીઆ ઘટના ને લઈ અહીં સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
