અમદાવાદ માં આજે બપોરના સમયે સ્પીડ માં પસાર થઈ રહેલી BRTS બસ શહેરના અખબારનગર અન્ડરબ્રિજ નજીક એક ટૂ-વ્હીલરચાલક વચ્ચે આવી જતા તેને બચાવવા જતા બસ નું
સ્ટિયરિંગ અચાનક લોક થઇ જતા ડિવાઈડર પર ચઢી અન્ડરપાસના પિલ્લર સાથે ભટકાતા આખી બસ વચ્ચેથી અડધે સુધી બે ફાડીયા થઈ ગયા હતાં.
જોકે સદનસીબે આ અકસ્માતના થયો તે પહેલા જ તમામ પેસેન્જર પ્રગતિનગર પાસે ઉતરી જતા બસ માં માત્ર બે -ચાર લોકો જ હોય અકસ્માતમાં મોટી ખુવારી થતા સહેજમાં બચી ગઈ હતી.આ બનાવ એટલો તો ગંભીર હતો કે, બસ ડ્રાઈવર સાઈડથી 9 ફૂટ સુધી ચિરાઈ ગઈ હતી. જેને કારણે માત્ર બસની અંદરનો ભાગ કાટમાળ બની ગયો છે. ડ્રાઈવર રમેશ મકવાણા પ્રગતિ નગર પાસે પેસેન્જરને ઉતારીને બસને RTO ડેપો પાસે લઇ જતા હતા. તે સમયે અન્ડરપાસમાં બસ ને અકસ્માત નડ્યો હતો.
આ દુર્ઘટનાને પગલે પોલીસ અને 108 એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ત્યાર બાદ તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જ્યારે ગંભીર ઇજાગ્રસ્ત ડ્રાઈવરને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હોવાની વિગતો જાણવા મળી છે.
