અમદાવાદ શહેરની 9 હોસ્પિટલ ના સંચાલકો ને તંત્ર દ્વારા NOC રિન્યુ માટે અલ્ટીમેટમ આપવા છતાં ફાયર NOC ન લેતા આખરે તંત્ર દ્વારા ફરી એકવાર અંતિમ નોટિસ પાઠવવામાં આવી છે. જો 7 દિવસમાં આ હોસ્પિટલો ફાયર NOC નહીં લે તો આ હોસ્પિટલને સીલ મારી પાણી અને ગટરનું જોડાણ કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ ફાયર બ્રિગેડે વિભાગે જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ અમદાવાદ માં નિયમો નો ભંગ કરતી 95 હોસ્પિટલને ક્લોઝર નોટિસ અપાઈ હતી અને તેઓ ને 7 દિવસ ની મુદ્દત અપાઈ હતી પણ નોટિસ બાદ મોટાભાગની તમામ હોસ્પિટલોએ NOC મેળવી લીધી છે. કેટલીક હોસ્પિટલ બંધ અથવા ડોકટરો વિદેશમાં છે જેથી તેઓએ NOC મેળવી નથી ત્યારે ફરી એકવાર નિયમો નહિ પાળનાર હોસ્પિટલો ને અલ્ટીમેટમ અપાયું છે.