અમદાવાદ મ્યુનિસિલપલ તંત્ર તેની બેદરકારી ને કારણે સતત ચર્ચામાં રહે છે ત્યારે ફરી એકવાર મનપા ની મૂર્ખામી સામે આવી છે અને અન્ય રાજ્યોમાંથી રોજની આવી રહેલી 14થી 15 ટ્રેનો કાલુપુર રેલવે સ્ટેશને આવે છે તેના મુસાફરો નું કોરોના ટેસ્ટિંગ નહિ કરાતું હોવાની બેદરકારી સામે આવતા ભારે ચકચાર મચી છે. મ્યુનિ.ની હેલ્થ ટીમ માત્ર ચાર જ ટ્રેન જેવીકે રાજધાની એક્સપ્રેસ, હાવડા એક્સપ્રેસ, મુજફ્ફરપુર – અમદાવાદ એક્સપ્રેસ અને ગોરખપુર – અમદાવાદ એક્સપ્રેસના પેસેન્જરોની જ તપાસ કરેે છે. જ્યારે બાકી ની ટ્રેન આવે તો તેમને ચેક કર્યા વગર સીધા બહાર જવા દેવામાં આવે છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે, શું હેલ્થ વિભાગને આ ચાર ટ્રેનમાં જ કોરોનાના દર્દીઓ દેખાય છે બાકીની ટ્રેનમાં આવતા પેસેન્જરો શુ કોરોના નેગેટીવ હોય તેવું લાગે છે ? આ સવાલ પેસેન્જરો માં પણ ચર્ચા નો મુદ્દો બન્યો છે.
રેલવે દ્વારા અમદાવાદની 14થી 15 ટ્રેનોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ ટ્રેનોમાં અન્ય રાજ્યમાંથી આવતા પેસેન્જરો દ્વારા શહેરમાં કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે સ્ટેશન પર પેસેન્જરોની તપાસ શરૂ કરવામાં આવી છે. પરંતુ અમદાવાદ હેલ્થ વિભાગ દ્વારા દિવસ દરમિયાન આવતી ફક્ત ચાર ટ્રેનના પેસેન્જરોની જ તપાસ કરવામાં આવે છે ત્યારે મનપા ની આવી બેદરકારી સામે કોણ એક્શન લેશે તે પણ એક સવાલ જ છે.
