અમદાવાદ માં કોરોના એ હાહાકાર મચાવ્યો છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા દિનેશ શર્મા અને તેમના પુત્ર અર્પણ શર્માનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તેમના પરિવરજનો માં ભારે દોડધામ મચી હતી. બંને પિતા પુત્રને સારવાર માટે SVP હોસ્પિટલમાં દાખલ કરવાનમાંઆવ્યા છે. અત્રે નોંધનીય છે કે દિનેશ શર્માને કોરોનામાં ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટ અને શ્રમિકોને વતન પોહચાડવાની કામગીરી માં વ્યસ્ત હોઈ ચેપ લાગ્યો હોવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે અને તેમના કારણે પુત્રને પણ લાગ્યો હોવાનું માનવામાં આવે છે બન્ને પિતાપુત્ર નો કોરોના પોઝીટિવ આવતા તેમના પરિવારને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યોછે. દિનેશ શર્મા બાપુનગર વોર્ડના કોર્પોરેટર છે સાથે જ કોર્પોરેશનના 7 જેટલા કોર્પોરેટરો હાલમાં કોરોનાનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે.
શહેરમાં 28મેની સાંજથી 29મેની સાંજ સુધીમાં કોરોનાના 253 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 18 દર્દીના મૃત્યુ થયા છે અને 468 દર્દી સાજા થયા છે. આ સાથે અમદાવાદમાં અત્યાર સુધીમાં કેસનો આંકડો 11,597 અને કુલ મૃત્યુઆંક 798 થયો છે. જ્યારે 5,799 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે.આમ અમદાવાદ માં કોરોના સતત આગળ વધી રહ્યો હોઈ વધુ સાવધાની રાખવાની જરૂર ઉભી થઇ છે.
