હાલ કોરોના મહામારી માં અમદાવાદ સપડાયું છે અને લોકો પરેશાન છે તેવે સમયે ગુનાહિત માનસ ધરાવતા તત્વો પણ સક્રિય છે.
અમદાવાદના અતિસંવેદનશીલ ગણાતા દાણિલિમડા રીવરફ્રન્ટની ફૂટપાથ પર આજે સવારે જાવેદ ઉર્ફે બાબા બ્લોચ નામના ઈસમ ને ચાર જીવતા બોમ્બ સાથે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને દબોચી લીધો હતો. પોલીસે બાતમી ના આધારે વાદળી ટી શર્ટ અને વાદળી જીન્સ પહેરીને પસાર થઈ રહેલા આ શખ્શને ઝડપી લીધો હતો. ઝડપાયેલા શખ્સ પાસેથી ક્રાઈમ બ્રાન્ચને દેશી બનાવટ ના બોમ્બ નંગ 4 તથા ધારદાર છરો એક નંગ મળી આવ્યો હતો. ત્યાર બાદ તુરંત બોમ્બ ડીસ્પોઝલ ટીમને સ્થળ પર બોલાવીને બોમ્બને સુરક્ષિત જગ્યાએ લઈ જઈને ડિફ્યુઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
બોમ્બ સાથે ઝડપાયેલા શખ્સની પ્રાથમિક પુછપરછ તેણે પોતાના પૈસા લેનાર વ્યક્તિ ને ટાર્ગેટ કરવા પોતે આ બોમ્બ બનાવ્યા હતાં. જોકે, આરોપી નો ઈરાદો શું હતો? 4 દેશી બોમ્બ સાથે તેઓ શહેરમાં શું કરવાનો હતો? આ તમામ સવાલોનો જવાબ મેળવવા માટે ઝડપાયેલા આરોપીની પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે.આ આરોપી અગાઉ આઠ વર્ષ પહેલાં દરિયાપુર પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનાઓમાં પકડાયેલો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
