અમદાવાદ રિવરફ્રન્ટ પાસે પોલીસ જીપ પલ્ટી મારી જતા એક પોલીસકર્મી ઘાયલ થયા હતા ,ખખડધજ ગાડી નો રિપોર્ટ મોકલવા છતાં ઉપરીઓ એ ધ્યાન ન આપતા આખરે આ બનાવ બન્યા ની વાત ચર્ચા નો વિષય બની હતી.અમદાવાદના રિવરફ્રન્ટ પર પોલીસની ગાડી પલટી મારી જતા એક પોલીસકર્મી ને ઇજા થઇ હતી. આ ગાડી રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ મથકની સામે પલટી ગઈ હતી. અગાઉ પણ આ ગાડી ખરાબ થયા હોવાનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો તેમ છતા ઉચ્ચ કક્ષાએથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નહોતી. આમ અમદાવાદ પોલીસે રિપોર્ટ કરવા છતા ખરાબ ગાડી વાપરવા મજબુર બનવું પડતું હોવાની વાત ચર્ચાતી હતી.
ગાડીમાં ઈન્ચાર્જ પોલીસ કર્મી ઈશ્વરસિંહ સવાર હોય જેઓને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. આસપાસના લોકોએ કર્મીને ગાડીમાંથી બહાર કાઢી 108ને બોલાવી હતી.
