અમદાવાદ ના કાલુપુર રેલવે સ્ટેશન ઉપર પેસેન્જરો માટે રિક્ષાચાલકોને છેલ્લા એક મહિનાથી પ્રવેશ આપવામાં નહિ આવતા આ અંગે હવે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહીતની અરજી કરવામાં આવી છે. ઓટોરીક્ષા ડ્રાઇવર યુનિયને એડવોકેટ કે.આર. કોષ્ટિ દ્વારા કરાયેલી જાહેરહિતની અરજીમાં જણાવાયુ છે કે છેલ્લા એકાદ મહિનાથી રેલવે સત્તાધીશો અને પોલીસ તંત્ર રિક્ષાચાલકોને મુસાફરોને લેવા મુકવા રેલવે સ્ટેશન પરિસરમાં પ્રવેશવા દેતા નથી જે બંધારણની કલમ 19નું ઉલ્લંઘન છે.
અમદાવાદ રેલવે સત્તાધીશો અને પોલીસ તંત્ર BRTS, ઓલા, ઉબર, ખાનગી ટેક્સીને અમદાવાદ રેલવે સ્ટેશન પરિસરમાં પ્રવેશ આપે છે પરંતુ રિક્ષાચાલકોને એક મહિનાથી પ્રવેશ આપવામાં આવતો નથી. આ બંધારણની કલમ 14નું ઉલ્લંઘન છે. આ અંગે સત્તાધીશોને રજુઆત છતાં પગલાં ન લેવાતા ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી થઈ છે.
20 દિવસથી અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુ
વધુમાં અરજીમાં રજુઆત કરવામા આવી છે કે, કોરોના મહામારીને કારણે રિક્ષાચાલકોને ભાડા મળતા નથી તેમજ રાત્રિ કર્ફ્યુ લાગુ થતા ધંધો મળતો નથી,જો તેમને અમદાવાદ રેલવે સ્ટેશનમાં પ્રવેશ અપાય તો રોજગાર મળી શકે તેમ છે.
