અમદાવાદ માં કોરોના ની સ્થિતિ જીવતા બોમ્બ જેવી થઈ છે અને અમદાવાદ કોરોના નું હબ મનાઈ રહ્યું છે. ત્યારે અહીંના વટવા ઝોનલ પુરવઠા વિભાગના અધિકારી વી.બી. ચોક્સીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ વસ્ત્રાલના મહેસૂલ ભવનમાં કાર્યરત વટવા ઝોનલની પુરવઠા કચેરીમાં ફરજ પર હતા. રાજ્ય સરકારે ગાંધીનગરમાં રહેતા આ GST અધિકારીને વિના મુલ્યે વિતરણ કરાતા અન્નબહ્મ યોજનાના લાભાર્થીઓનો સર્વે ટીમના વડા તરીકે કરી નિમણૂંક કરી હતી. જો કે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વટવા ઝોનલ કચેરીનો સ્ટાફ પણ આ અન્નબહ્મ યોજનાની ટીમમાં તેમની સાથે કાર્યરત હોવાથી તેઓ પણ સંક્રમિત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે આમ કોરોના ના જંગ માં કામ કરતા અધિકારીઓ પણ સંક્રમણ નો ભોગ બની રહ્યા છે ત્યારે અમદાવાદ માં હાલ કોરોના ની સ્થિતિ કેટલી ભયાનક છે તે આ વાત પરથી સાબિત થાય છે.
હાલ દરેક અધિકારીઓ પોતાના જોખમે કોરોના માં ફરજ બજાવી રહ્યા છે જેઓ ના પરિવારજનો માં પણ ચિંતા જોવા મળી રહી છે ત્યારે કોરોના વોરિયર્સ માટે સુરક્ષા માટે પગલાં ભરવા લાગણી ઉઠી રહી છે.
