અમદાવાદ માં હાલ કોરોના ની સ્થિતિ ભયાનક છે અને લોકો ટપોટપ મરી રહયા છે ત્યારે આ બધા ની પરવા કર્યા વગર થલતેજમાં આવેલા અત્યંત વૈભવી શેશા સ્પા અને એસેન્સ સ્પામાં સુંદર યુવતીઓ પાસે કેટલાક પુરુષો માલિશ કરાવવા માં મસ્ત હતા ત્યારે જ પોલીસે દરોડો પાડતા ભારે ભાગદોડ મચી ગઈ હતી.
પોલીસે દરોડો પાડીને યુવતીઓ, ગ્રાહકો તેમજ સ્ટાફ મેમ્બર મળીને 20 જણાંને ઝડપી લીધા હતા. મહત્વની વાત તો એ છે શેશા સ્પાની અંદર તો ગ્રાહકો માટે હોટલના રૂમ જેવા વૈભવી રૂમ તેમજ સ્વિમિંગ પૂલ પણ બનાવવામાં આવ્યો હતો. હાલમાં લૉકડાઉન હોવા છતાં મંજૂરી વગર આ બંને સ્પા શરૂ થઇ ગયા હોવાથી પોલીસે સોલા હાઇકોર્ટ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી કુલ 20 સામે ફરિયાદ નોંધી તમામની ધરપકડ કરતા ચકચાર મચી ગઈ છે થલતેજ એક્રોપોલિશ મોલથી થોડે અંદર ગામ તરફ જતા રોડ ઉપર આવેલુ શેશા સ્પા લૉકડાઉન છતાં મંજૂરી વગર શરૂ થઇ ગયુ હતું. આ માહિતીના આધારે પીઆઇ જાડેજા અને ટીમે. દરોડો પાડયો હતો. પોલીસે જ્યારે દરોડો પાડયો ત્યારે ત્યાં કામ કરતી 5 છોકરી, 4 ગ્રાહક, મેનેજર અને અન્ય સ્ટાફ મેમ્બરો મળીને 15 વ્યક્તિ હાજર હતા. જ્યારે સ્પાની અંદર સ્વિમિંગ પૂલ તેમજ હોટલના રૂમ જેવા વૈભવી રૂમો બનાવાયા હોઈ અહીં હાઇ પ્રોફાઇલ માહોલ બનાવાયો છે.
જોકે આ દરોડા દરમિયાન સ્પાના માલિક પ્રશાંત સોની ત્યાં હાજર ન હતા. જ્યારે આ સ્પા ચલાવવા માટે મંજૂરી નહીં હોવાથી સોલા હાઇકોર્ટે પોલીસે ગુનો નોંધી તમામની ધરપકડ કરી હતી. તો આ તરફ અન્ય એક સ્થળે પર સોલા હાઇકોર્ટ પોલીસે દરોડો પાડ્યો હતો. થલતેજ ટાઈમ્સ સ્કવેર બિલ્ડિંગમાં આવેલા પાર્થ સિંહ વાઘેલા અને અંકિત યાદવના એસેન્સ સ્પામાં પણ સોલા હાઈકોર્ટ પોલીસે દરોડો પાડયો હતો. જોકે ત્યાંથી પણ 2 છોકરી, 2 ગ્રાહક અને મેનેજર સામે પોલીસે ગુનો નોંધી પાંચેયની ધરપકડ કરી હતી. જોકે એસેન્સ સ્પાના પણ બંને માલિક હાજર નહીં હોવાથી પોલીસે તેઓ ને શોધી રહી છે.
શેશા સ્પા અને એસેન્સ સ્પામાં જ્યારે પોલીસે દરોડો પાડયો ત્યારે ત્યાં કુલ 7 ગ્રાહક મળી આવ્યા હતા. તે તમામ ગ્રાહકો છોકરીઓ સાથે મસાજ કરાવી રહ્યા હતા. જ્યારે કેટલાક ગ્રાહક તો મસાજ બસાજ કરાવ્યાં બાદ સ્વિમિંગ પૂલમાં સ્નાન કરવાની મજા લૂંટી રહ્યા હતા ત્યાંજ પોલીસ ને જોઈ મજા બગડી ગઈ હતી.
