કોરોના હવે તમામ જગ્યા એ સ્પ્રેડ થઇ રહ્યો છે અને રાજ્યમાં હાલ બેકાબૂ થઈ ગયો હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે. ત્યારે હવે કોરોના વાઇરસ સાબરમતી સેન્ટ્રલ જેલ સુધી પહોંચી જતા સત્તાવાળાઓ ચોકી ઉઠ્યા છે. અમદાવાદ સાબરમતી જેલમાં બે કેદીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા જેલતંત્ર માં હડકંપ મચ્યો છે. જેલમાં રહેલા પાકા કામના કેદી નવાબ ઉર્ફે કાલુ અને ઇસનપુર પોલીસે પોકસોના કેસમાં ઝડપેલા આરોપીની સારવાર કરાવવા ગયા હતા. જ્યાં તેમનો ટેસ્ટ કરાવતા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાના અહેવાલ જાણવા મળ્યા છે તંત્ર દ્વારા આરોપીઓ ના સંપર્ક માં આવનાર તમામ ના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી છે અને જેલ ને સેનેતરાઈઝ કરવાની તજવીજ હાથ ધરી હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું.
