અમદાવાદ માં કોરોના ની સ્થિતિ માં ખાસ કોઈ ફર્ક પડ્યો નથી અને દર્દીઓ સામે આવી રહયા છે ત્યારે સાબરમતી સેન્ટ્રલ જેલમાં કોરોના કેસ અગાઉ થી જ વધી રહ્યાં છે. અહીં સેન્ટ્રલ જેલના અધિકારી DySP ડી.વી.રાણા નો કોરોના રિપોર્ટ પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે અને અન્ય જેલના 16 કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા છે. આ સિવાય સિરિયલ બ્લાસ્ટના આરોપી સહિત 54 કેદીઓને કોરોના પોઝીટીવ રિપોર્ટ આવતા દોડધામ મચી છે.
ગુજરાતમાં કોરોના કેસોનો આંક સતત વધી રહ્યો છે. એક દિવસમાં કોરોનાના 577 નવા પોઝિટવ કેસ નોંધાયા છે.જેમાં સૌથી વધુ અમદાવાદમાં 238 અને સુરતમાં 134 નવા કેસ નોંધાયા છે.
રાજ્યમાં કોરોના પોઝિટિવનો કુલ આંક 29078 પર પહોંચ્યો છે. જ્યારે મોતનો કુલ આંક 1 હજાર 754 પર પહોંચ્યો છે..હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 6,318 છે, જેમાં 66 દર્દીઓ વેન્ટિલેટર પર અને 6 હજાર 252 દર્દીઓની હાલત સ્થિર છે. એક તરફ કેટલાંક વિસ્તારમાં કોરોના કાબુ હેઠળ અને કેસ ઓછા થતા હોવાનો દાવો કરાઇ રહ્યો છે તો બીજી તરફ અન્ય વિસ્તારોમાં કોરોના પોઝીટીવ ની સંખ્યા સતત વધતી જતી હોવાનું પણ નોંધાઇ રહ્યું છે.
