અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજે હાથ ધરાયેલી સુનાવણી માં 38 દોષિતોને ફાંસીની સજા અને 11ને આજીવન કેદ ની સજા નો ચુકાદો આપ્યો છે.
અગાઉ આ કેસ માં નામદાર કોર્ટ માં તા.11 અને 14 ફેબ્રુઆરીએ કોર્ટે બચાવ પક્ષ અને સરકાર પક્ષની દલીલો સાંભળી હતી આ કેસમાં સુનાવણી હાથ ધરાઈ હતી.
જેમાં આજે સ્પેશ્યલ કોર્ટે 38 આરોપીઓને ફાંસી અને 11ને આજીવન કેદની સજા સંભળાવી છે.
નોંધનીય છે કે પ્રોસીક્યુશન તરફથી દોષિતોને ફાંસીની સજાની માંગ કરાઈ હતી તો બચાવ પક્ષ તરફથી લઘુત્તમ સજાની માંગ કરાઇ હતી. સજા મુદ્દે બંને પક્ષ તરફથી દલીલ પૂર્ણ થયા બાદ હવે આજે 18 ફેબ્રુઆરીના વિશેષ અદાલત દ્વારા સજા નો ચુકાદો અપાયો હતો જેમાંઆજે હાથ ધરાયેલી સુનાવણી માં 38 દોષિતોને ફાંસીની સજા અને 11ને આજીવન કેદ ની સજા નો ચુકાદો આવ્યો છે.
નોંધનીય છે કે 26 જુલાઈ, 2008ના અમદાવામાં સીરિયલ બ્લાસ્ટ થયા હતા. જેમાં 56 લોકોના મોત થયા હતા. તો 200થી વધુ ઘાયલ થયા હતા.