અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો આજે ચુકાદો છે ,ત્રાસવાદ ના ગુના માં દેશભરમાં પહેલીવાર એકસાથે 49 આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યા છે અને એક તાજના સાક્ષીની સજા માફ કરવામાં આવી છે જ્યારે 29 આરોપીને નિર્દોષ છોડાયા છે.
UAPA એક્ટ હેઠળ અમદાવાદના 2008ના સિરિયલ બ્લાસ્ટના આરોપીઓને આકરી સજાની માગ કરવામાં આવનાર છે.
નિર્દોષ છોડાયેલા આરોપીઓ સામે સરકાર પક્ષ ઉપલી કોર્ટમાં જશે, આજે વર્ચ્યુઅલ સુનાવણી હાથ ધરાનાર છે.
વિગતો મુજબ અમદાવાદમાં 14 વર્ષ બાદ હવે ફરી સીરિયલ બૉમ્બ ધડાકા ની ધ્રુજાવી દેનારી યાદ ફરી તાજી થઈ છે.
તા.26 જુલાઈ 2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ માં 54નાં મોત થયાં હતાં અને 200થી વધુને ઈજા થઈ હતી. અદાલતે કુલ 78માંથી 49 આરોપીને UAPA(અનલોફુલ એક્ટિવિટીઝ(પ્રિવેન્શન)) હેઠળ દોષિત જાહેર કર્યા છે. દેશના ઇતિહાસમાં સૌપ્રથમવાર UAPA હેઠળ 49 આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે.
આ 49 દોષિતમાંથી 1 દોષિત અયાઝ સૈયદે તપાસમાં મદદ કરતાં તેને સજામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ તમામ દોષિતોને આજે સવારે 10.30 વાગ્યે સજા સંભળાવવાનો અદાલતે નિર્ણય કર્યો છે. તેમજ દોષિતોને સાંભળવામાં પણ આવશે. આ કેસમાં કોર્ટે શંકાના આધારે કુલ 29 આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે.
આજે 9 ફેબ્રુઆરી 10.30 કલાકે દોષિતોના કોવિડ ટેસ્ટ કરી કોર્ટમાં હાજર કરાશે. આ તમામને 302 અને 120 હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આજે આરોપીઓને વીડિયો-કોન્ફરન્સ દ્વારા હાજર રાખવામાં આવ્યા હતા. તપાસમાં મદદ કરનાર આરોપીને છોડી મૂકવામાં આવ્યા છે. નોંધનીય છે કે 302ની કલમ હેઠળ આજીવન કેદ કે મૃત્યુ દંડની સજા આપવાની જોગવાઈ છે.