કોરોના મહામારી માં જાન ના જોખમે કામ કરતા પોલીસ જવાનો ને કોરોના પોઝીટીવ આવતા આવા જવાનો ને અમદાવાદ સિવિલમાં પલંગ પણ ન મળતા અને કોઈ સુવિધા ન અપાતાં આખરે આવા પોલીસ કર્મચારીઓ એ પોતાના ખર્ચે સારી હોસ્પિટલમાં એડમિટ કરવાની વાત બહાર આવતા ભારે હોવાથી ભારે હોબાળો મચી ગયો હતો , ખાસ કરીને કરફ્યુગ્રસ્ત વિસ્તાર કે બફરઝોનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી સૌથી વધુ કોરોના સંક્રમણ નો ભોગ બન્યા છે. આવા વોરિયર્સને હોસ્પિટલમાં પૂરતી સુવિધા નહિ મળતા તેઓએ પોતાને અહીંથી ખસેડીને બીજી હોસ્પિટલમાં લઈ જવા વિનંતી કરી પોતે ખર્ચ ઉપાડી લઈશું ની વાત કરતા આ અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડીયા ટ્વીટ કરી કોરોના પોઝિટિવ પોલીસકર્મીઓ માટે પ્રાથમિક સુવિધાના અભાવ અંગે સરકાર યોગ્ય પગલા ભરે તેવી વાત કરી પોતાની પ્રતિક્રિયા આપતા આપતા તંત્ર દોડતું થઇ ગયુ હતું અને આ પ્રકરણમાં સ્પેશિયલ કમિશનર અજય તોમરે આરોગ્ય કમિશ્નર જયશંકર શિવહરે સાથે વાતચીત કરતા કોરોનાગ્રસ્ત તમામ પોલીસ કર્મચારીઓને એ.સી વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતાં. તેઓને સાત્વિક ભોજન અને તમામ સુવિધાઓ પુરી પાડવા ખાતરી આપી હતી અને SVP હોસ્પિટલ કરતા પણ સારી સુવિધાઓ પહોંચાડી તેઓનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. જેથી તેઓને સારવારમાં કોઈ તકલીફ પડે નહીં. ઉપરાંત પોઝિટિવ આવેલા તમામ 21 પોલીસકર્મીઓના નામ અને સરનામાંનું લિસ્ટ અજય તોમરે મંગાવ્યું છે જેથી તેઓના પરિવારની દરેક રીતે શહેર પોલીસ સહાયતા કરી શકે. આમ પોલીસખાતા માં આ પ્રકરણ ભારે ચર્ચાસ્પદ બન્યું હતું અને દેશભક્તિ અને ફરજ ના ભાગરૂપે કોરોના સામે લડનારા આ પોલીસકર્મીઓ સામે ગંભીરતા નહિ દાખવતા મામલો ગરમાયો હતો અને સાથી પોલીસકર્મીઓ માં પણ નારાજગી જોવા મળી હતી પણ પછી તરતજ પગલાં ભરાતા મામલો થાળે પડ્યો હતો
