અમદાવાદ સિવિલ માં બેદરકારી ના મામલા ભયાનક રીતે બહાર આવી રહ્યા છે અગાઉ પોરબંદર ના એક કોંગી અગ્રણી ને સારવાર માટે દાખલ કર્યા બાદ તેઓ નો મૃતદેહ 8 દિવસે મળ્યો હતો ત્યારે વધુ એક ચોંકાવનારા બનાવ માં એક વ્યક્તિને કોરોના પોઝીટીવ આવતા સિવિલમાં એડમિટ કરાય છે અને બાદ માં તેઓ મૃત હાલત માં એક બસ સ્ટેન્ડ પરથી મળી આવે છે ત્યારે સવાલ એ થાય છે કે સિવિલ માંથી મૃતદેહ ત્યાં પહોંચ્યો કેવી રીતે ?
વિગતો મુજબ દાણીલીમડામાં એક વૃદ્ધને શ્વાસની તકલીફ થતા તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાના બીજા જ દિવસે શુક્રવારે તેમનો મૃતદેહ રહસ્યમય રીતે દાણીલીમડા બીઆરટીએસ બસ સ્ટેશન પાસે મળી આવતા ચકચાર મચી ગઈ છે.
કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમની સારવાર ચાલી રહી હતી
દાણીલીમડામાં રહેતા વૃદ્ધને શ્વાસ લેવામાં તકલીફ થતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમની સારવાર ચાલી રહી હતી.પરંતુ શુક્રવારે દાણીલીમડાના બીઆરટીએસ બસ સ્ટેશન પાસે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ વિભાગ દ્વારા તેમના પરિવારને આ અંગેની જાણ કરાતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા.આમ સરકારી ખાતા ની લાલીયાવાડી થી લોકો ત્રાસી ઉઠ્યા છે.
