અમદાવાદ સિવિલ ની બેદરકારી ના કારણે જીવતા બૉમ્બ જેવા અનેક કોરોના ના દર્દીઓ આમતેમ ફરી રહ્યા છે કોઈ આગોતરા આયોજન વગર ધકયેલ પંચ્યા દોઢસો ની જેમ બધું ચાલી રહ્યું છે આ બધા વચ્ચે કોરોનાના દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયા બાદઆવા દર્દીઓ તરફ કોઈએ ધ્યાન નહિ આપતા બાપુનગર અને રખિયાલના અનેક દર્દીઓ હોસ્પિટલમાંથી નીકળી પોતાના ઘરે જતા રહ્યા હોવાના ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે।.જોકે સ્થાનિક જાગૃત નાગરિકોએ આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા આવા દર્દીઓને પાછા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સ્થાનિક સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ગતરોજ સવારે બાપુનગર સુન્દરમનગર અને રખિયાલ વિસ્તારમાં કોરોનાના દર્દીઓને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જોકે 108માંથી સિવિલ પહોંચેલા દર્દીઓને જોવાની કોઈએ નોંધ પણ લીધી ન હતી. બે-ત્રણ કલાક રાહ જોયા બાદ કંટાળીને આ લોકો પગપાળા પોતાના ઘરે જતા રહ્યા હતા.
સવારે હોસ્પિટલ લઈ જવાયા બાદ કોરોનાના દર્દીઓ ઘર પાસે જોવા મળતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આ અંગે સ્થાનિક આગેવાનોને જાણ થતાં તેમને આવા દર્દીઓને સમજાવી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા ફરીથી દર્દીઓને હોસ્પિટલ ખસેડાયા હતા. સોમવારે પણ સોનાની ચાલી વિસ્તારમાંથી સિવિલમાં લઈ જવામાં આવેલ એક કોરોના પોઝિટિવ વ્યક્તિ ત્યાંથી ભાગી ગયો હતો.
કોરોનાના દર્દીઓ મામલે હવે કોઈ સિરિયસ દરકાર લેતું નહીં હોવાની વાત નો આ પુરાવો છે મનપા ની 104 હેલ્પલાઇન માંથી પણ ઉડાઉ જવાબો મળી રહ્યા છે અને તેની એક ઓડિયો કલીપ પણ ફરતી થી છે તેમાં જવાબદારો કેટલા ગંભીર છે તેનો ખ્યાલ આવે છે આમ હવે નવા આવેલા મુકેશ ભાઈ એ આ બધી બાબતો ને સમજવી પડશે તોજ કોરોના કાબુ માં આવશે પહેલા તો પૂરતો ક્વોલિફાઈડ સ્ટાફ અને જવાબદારી આપવી પડશે અને રોજ તેની પાસેથી લાઈવ અપડેટ લેવું પડશે જો આવા પોજીટીવ દર્દીઓ ખુલ્લેઆમ ફરતા રહેશે તો કેવી રીતે કોરોના કાબુમાં આવશે તે પણ એક મુંજવતો સવાલ છે.
