ભગવાન શ્રી રામ ની પૌરાણિક નગરી અયોધ્યા માં રામમંદિર નું નિર્માણ કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે દરમ્યાન ખાસ પથ્થર ની સફાઈ માટેજ 1200 થી વધારે મહિલાઓ કામ માં જોતરાઈ છે જે પૈકી ગુજરાતમાંથી પણ મહિલાઓઅયોધ્યા જનાર છે 2 દિવસ પહેલા મંદિરનું અધૂરું કાર્ય પૂર્ણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે. ટ્રસ્ટીઓના આદેશ મુજબ શહેરની 8થી વધુ મહિલાઓને મંદિરના સફાઈ માટે અયોધ્યા લઈ જવામાં આવશે. આ તમામ મહિલાઓ મંદિરની અંદર જૂના પથ્થરની સફાઈ કરશે. મંદિરમાં લાગેલા તમામ પથ્થર જૂના છે. આ તમામ મહિલાઓને દિવસના 400 રૂપિયા લેખે આપવામાં આવશે. અત્યાર સુધીમાં 40 % પથ્થરની સાફ -સફાઈ કરવામાં આવી ગઈ છે, પરંતુ બાકી તમામ પથ્થરની સાફ-સફાઈનું કામ હાથ ધરવામાં આવી રહ્યું છે. મંદિરની અંદર જે સ્થંભ તૈયાર થશે, તે રાજસ્થાનના શિહોરી ડિસ્ટ્રિક્ટમાં તૈયાર કરવામાં આવશે. તેમ જ મંદિરની બહારની દીવાલના અયોધ્યામાં જ તૈયાર કરવામાં આવે છે.
અમદાવાદના દિલ્લી દરવાજા વિસ્તારમાં રહેતા ભોઈ સમાજની મહિલા દ્વારા જૂના પૌરાણિક પથ્થરોની સફાઈ કરવામાં આવે છે. આ કાર્ય સાથે આશરે 1200થી વધુ મહિલાઓ સંકળાયેલી છે. દેશમાં જેટલા મોટા મોટા જૂના પથ્થર છે, તેનું સફાઈનું કાર્ય આ સમાજની મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. અયોધ્યામાં ભોઈ સમાજની મહિલાઓ આ તમામ કાળા પડેલા પથ્થર પર એમરીનો ઉપયોગ કરીને ગુલાબી પથ્થર બનાવશે. અયોધ્યા રામમંદિરની લાદી બંસી પહાડપુરના પથ્થરોમાંથી તૈયાર કરાઈ છે. આમ પથ્થર ની ખાસ સફાઈ માટે ગુજરાત થી ભોઈ સમાજ ની બહેનો અયોધ્યા જનાર છે , હાલ માં ભગવાન રામ ના મંદિર નું નિર્માણ કાર્ય શરૂ થયું છે અને અહીં નો માહોલ ભારે ઉત્સાહ જનક છે લોકો માં એક પ્રકારની ની ખુશી જોવા મળી રહી છે.
