અમદાવાદ માં જૂની વી.એસ હોસ્પિટલમાં સારવાર માટે આવેલી એક ગર્ભવતી મહિલા ની સિરિયસ હાલત હોવાછતાં 1 કલાક સુધી સારવાર નહિ મળતા ટળવળતી રહી અને આખરે સારવાર ન મળતા આખરે અન્ય હોસ્પિટલમાં લઈ જવાના નિર્ણય માં સમય વધુ નીકળી જતા ગર્ભવતી મહિલા અને ગર્ભમાં રહેલા બે જોડિયા બાળકો ના કરુંણ બાળકોના મોત થતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી.
વિગતો મુજબ અમદાવાદ ના દરિયાપુર સ્થિત ડબગરવાડમાં રહેતી રોજબીબી નામના મહિલા ને પ્રસવપીડા ઉપડતા તેમને તાત્કાલિક સારવાર અર્થે જૂની વી.એસ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં એક કલાક સુધી તેમની સારવાર કરવા ડોક્ટર એ વાત ધ્યાને નહિ લેતા પ્રસૂતા ની હાલત ગંભીર બની ગઈ હતી અને પીડા સહન નહિ થતાઆખરે રોજીબીબીને સિફા હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તેમની સાથે તેમના ગર્ભમાં બે જોડિયા બાળકોના મોત નિપજ્યા હતા. આ સમગ્ર બાબતનો કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીએ વીડિયો વાયરલ કરીને જણાવ્યું હતું કે આ કરુણ ઘટના માટે વી.એસ હોસ્પિટલ નું તંત્ર જવાબદાર છે. આ ઘટના ને લઈ સ્થાનિક વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી.
