ગુજરાત માંથી હરિદ્વાર યાત્રા કરવા ગયેલ 1000 જેટલા ગુજરાતી યાત્રાળુઓ કોરોના ને લઈ જારી કરાયેલા લોકડાઉનના કારણે ત્યાંજ ફસાઇ ગયા બાદ સત્યડે ડોટકોમ તથાસોશ્યલ મીડિયા અને અખબાર , ચેનલો માં અહેવાલો પ્રસારિત થયા બાદ સ્થાનિક રાજકીય નેતાઓ દ્વારા સતત રજૂઆત બાદ ઉત્તરાખંડ સરકારે શુક્રવારે 25 વોલ્વો બસમાં તેમને ગુજરાત પરત ફરવાની વ્યવસ્થા કરી આપતા યાત્રિકો ના પરિવારજનો માં ખુશીની લાગણી ફેલાઇ હતી કરુણતા તો એ વાત ની હતી કે યાત્રાળુઓ પાસે તો હોટેલના બિલ અને જમવાના પૈસા પણ રહ્યા ન હતા છતાં હોટેલ માલિકો ઉઘરાણી કરતા હતા ત્યારે ઉત્તરાખંડ સરકારે બિલ માફ કરવા ભલામણ કરતા બિલ માફ થયા હતા. મોટાભાગના યાત્રાળુઓની રિટર્ન ટિકિટ તા.23, 24 અને 25ની હતી પરંતુ લોકડાઉનના કારણે ટ્રેન રદ થતા અને રોડ ટ્રાન્સપોર્ટેશન પણ બંધ થતા તેઓ ફસાઇ ગયા હતા અને સતત કલેક્ટર સમક્ષ રજૂઆત કરતા હતા. અંતે ઉત્તરાખંડ સરકારે ફસાયેલા યાત્રાળુઓ માટે 25 જેટલી વોલ્વો બસની વ્યવસ્થા કરી તેમને પરત ગુજરાત મોકલવાની વ્યવસ્થા કરી હતી. આ યાત્રાળુઓને સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ સુધી આવવા વ્યવસ્થા કરતા ત્યાંથી તેઓ પોતપોતાના ઘરે પહોંચી શકશે.
હરિદ્વાર ખાતે ભાવનગર,અમરેલી,જૂનાગઢ , રાજકોટ , સુરત , અમદાવાદ, સુરેન્દ્રનગર સહિત ના વિસ્તાર ના 1000 જેટલા યાત્રાળુઓ હરિદ્વાર જાત્રા એ ગયા બાદ ત્યાંજ ફસાઈ જતા તેમના પરિવાર જનો ચિંતિત બન્યા હતા આખરે તેઓ ની રજુઆત સરકારે સાંભળતા તેઓ એ રાહત નો દમ લીધો છે.
