કોરોના માં બંધ પડેલું તંત્ર હવે તબક્કા વાર ચાલુ થઈ રહ્યું છે અને આજે દશેરા ના પાવન દિવસ થી અમદાવાદ એસટી નિગમ દ્વારા વધારાની 40 બસો દોડાવવામાં આવશે. જેમાં 15 વૉલ્વો બસ અમદાવાદથી દક્ષિણ ગુજરાત તથા કચ્છ અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટ, ભૂજ અને સુરત તરફ દોડાવવામાં આવશે. જ્યારે 13 AC બસ અમદાવાદથી દાહોદ, ડીસા, મોરબી, ઉના તરફ દોડાવાશે, જ્યારે 6 AC સ્લીપર બસો અમદાવાદથી વાપી, સુરત અને પાટણ તરફ દોડાવાશે. આમ એસટી બસ માં કોરોના ની ગાઈડલાઈન મુજબ પેસેન્જર બેસાડવા માટે તંત્ર કામ કરશે, આગામી દિવાળી પર્વ ને જોતા લોકો ને આવવા જવા કોઈ તકલીફ ન પડે તે માટે પગલાં ભરવામાં આવી રહ્યા છે જેની આ શરૂઆત હોવાનું સબંધિત સૂત્રો એ ઉમેર્યુ હતું.
