ગુજરાત રાજ્યમાં કોરોના સતત આગળ વધી રહ્યો છે અને પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આજે સવારે આણંદમાં 6 અને બનાસકાંઠામાં 4 નવા પોઝિટિવ દર્દીઓ ઉમેરાતા રાજ્યમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 792 ઉપર પહોંચી છે. જ્યારે બોટાદના પ્રથમ પોઝિટિવ આવેલા દર્દી નું મોત નીપજતા મૃત્યુઆંક 34એ પહોંચ્યો છે. રાજ્યના આરોગ્ય-પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા બુધવાર સાંજ સુધીના કુલ 766 પોઝિટિવ કેસ જણાવાયા હતા જેમાં વડોદરામાં 121 અને સુરતમાં 51 કેસ બતાવવામાં આવ્યા છે, પરંતુ સુરત મનપા કમિશનર ના નિવેદન પ્રમાણે સુરતમાં કુલ 64 દર્દી છે, જ્યારે વડોદરા મનપા કમિશનર મુજબ વડોદરામાં 124 પોઝિટિવ દર્દી છે. એ પ્રમાણે બુધવાર સાંજ સુધીમાં 781 કેસ નોંધાયા હતા અને જે વધીને હવે 791 આંક પહોંચ્યો હોવાનું સામે આવી રહ્યું છે.
