અમદાવાદ શહેરમાં એકતરફી પ્રેમમાં પાગલ બનેલા રણજીત સોની નામનો યુવકે સીટીએમ ડબલડેકર બ્રિજ પર જાહેરમાં પેટ્રોલ છાંટી અને સળગી જઈ આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર ફેલાઈ જવા પામી છે.
એક ચર્ચા મુજબ આ યુવક ને એક યુવતી સાથે એક તરફી પ્રેમ થઇ ગયો હતો અને આ યુવતી સાથે લગ્ન ની વાત મુકતા યુવતી એ લગ્ન કરવાની ના પાડતા યુવક સીટીએમ બ્રિજ ઉપર પેટ્રોલ લઈ ને પહોંચ્યો હતા જ્યાં પોતાના શરીર ઉપર પેટ્રોલ છાંટી અને દિવાસળી ચાંપી દઈ પોતાની જાત ને આગ ને હવાલે કરી દીધી હતી જોકે,
ગંભીર રીતે દાઝેલા આ યુવકને લોકોએ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
રામોલ પોલીસ સૂત્રો ના જણાવ્યા મુજબ બાપુનગર વિસ્તારમાં આવેલી યોગેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા 30 વર્ષીય રણજીત સોની ને એક યુવતી સાથે એકતરફી પ્રેમસંબંધ હતો અને યુવતીએ લગ્ન કરવાની ના પાડી હતી જેથી તેઓને લાગી આવતા તેઓએ પેટ્રોલ છાંટીને આત્મહત્યા કરી લીધી હતી. હાલ આ મામલે રામોલ પોલીસ વધુ તપાસ કરી રહી છે.
5
/ 100
SEO સ્કોર