આવકવેરા વિભાગ દ્વારા કરદાતાઓ માટે ખુશીના સમાચાર લઈને આવ્યું છે કે હાલ લોકડાઉનમાં આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલા દેશના નાગરિકો અને કારોબારીઓને રાહત આપવા માટે સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં તમામ સંસ્થાઓ તથાલોકોના રૂપિયા 5 લાખ સુધીનુંઈન્કમ ટેક્સરિફન્ડ કરવામાં આવનાર છે .આ નિર્ણયથી આશરે 14 લાખ કરદાતાને સીધો લાભ મળશે.
આ ઉપરાંત GST તથા કસ્ટમ વિભાગમાં પડતર તમામ રિફંડ પણ ઈશ્યુ કરવામાં આવશે. તેનાથી આશરે 1 લાખ કારોબારીઓને લાભ મળશે. નાણાં મંત્રાલયના જણાવ્યા પ્રમાણે તાત્કાલિક રિફંડની પ્રક્રિયામાં આશરે 18 હજાર કરોડ રૂપિયા કરદાતાને પરત મળશે
નાણાં મંત્રાલયનો આ નિર્ણય ગત મહિને કેન્દ્ર સરકારે ગરીબો અને પલાયન કરી રહેલા મજૂરોને રાહત પહોંચાડવા રૂપિયા 1.70 લાખ કરોડના પ્રોત્સાહન પેકેજની જાહેરાત બાદ આવ્યો છે. આ ઉપરાંત નાણાં પ્રધાન નિર્મલા સીતામણે કોરોના વાઈરસ સામે સીધી લડાઈ લડી રહેલા ડોક્ટરો, નર્સો તથા સફાઈ કામદારો માટે 50 લાખના વિમા કવરની પણ જાહેરાત પણ કરી હતી આમ આ ન્યૂઝ બહાર આવતાજ કરદાતાઓ માં ખુશી ની લાગણી જોવા મળી રહી છે
