અમદાવાદ માં ગેરકાયદે બાંધકામો કરનારા તત્વો ને સીધા કરવા ડીસીપી પ્રેમસુખ ડેહલુ એ કડક કાર્યવાહી શરૂ કરી છે અને પોલીસ-કોર્પોરેશન સાથે મળી આવા ગેરકાયદે બાંધકામો હઠાવવા તજવીજ હાથ ધરતા જવાબદાર તત્વો માં ભારે ફફડાટ ફેલાયો છે.
અમદાવાદ ના સરખેજ અને જુહાપુરા માં પણ લોકો ની જમીનો પચાવી પાડનાર માથાભારે ઈસમો સામે પણ કડક પગલાં ભરવામાં આવશે.
સત્યડે ન્યૂઝ દ્વારા અગાઉ આ વિસ્તારમાં ગેરકાયદે કોમર્શિયલ બાંધકામ મુદ્દે અહેવાલો પ્રસરીત કર્યા હતા.
પોલીસે અહીં ગેરકાયદે બાંધકામો કરનારા તત્વો સામે લાલ આંખ કરી લતીફ ગેંગ ના કુખ્યાત અહેમદ મંડળી સામે લેન્ડ ગ્રેબિંગ નો ગુનો નોંધી નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને કાલુ ગરદન સામે પણ લેન્ડ ગ્રેબિંગ નો ગુનો નોંધાયો છે.
અહમદ મંડળી માટે કહેવાય છે કે તે એક સમયે કંગાળ હતો પરંતુ સરખેજ રોઝા ની કરોડો ની જમીન પચાવી પાડી ને કરોડપતિ બની ગયો છે તેની પાસે નવું સ્કૂટર લેવાનો એક સમયે વેંત ન્હોતો તે આજે સાત વૈભવી કાર અને કરોડો ની સંપત્તિ નો માલિક બની જતા હવે આવા ગુનેગારો ની શાન ઠેકાણે લાવવા તમામ ની પ્રોપર્ટી જપ્ત કરવાની કાર્યવાહી શરૂ થતાં ટપોરી આલમ માં ફફડાટ ફેલાઈ ગયો છે.
5
/ 100
SEO સ્કોર