અમદાવાદ માં કોરોના હવે કાળ બનીને ત્રાટક્યો છે અને તેની અસરો હવે જિલ્લાસ્તર સુધી પહોંચી ગઈ છે તેના તાજા ઉદાહરણ માં જિલ્લા ના ધોળકા તાલુકામાં આવેલા ત્રાસદ ગામની કેડિલા કંપનીના એકસાથે 27 કર્મચારીઓ ને કોરોના પોઝિટિવ આવતા ભારે ગભરાટ નો માહોલ છે. પ્રથમ વાર એક જ દિવસમાં 27 કેસ નોંધાયાની આ કદાચ અહીં પહેલી ઘટના છે. બુધવારે 3 કર્મચારીને પૉઝિટિવ આવ્યો હતો. બાદમાં 30 કર્મચારીના ટેસ્ટ કરાયા હતા, તેમાંથી 27નો ટેસ્ટ પૉઝિટિવ આવતાં લોકો માં ભારે દહેશત નો માહોલ જોવા મળી રહ્યો છે. ધોળકાથી માત્ર 2 કિલોમીટર દૂર આવેલા ત્રાસદ ગામમાં કેડિલા કંપની આવેલી છે. અહીં ત્રાસદ, ધોળકા, અમદાવાદ સહિત ના વિસ્તારો માંથી 400 જેટલા કર્મચારી નોકરી કરવા માટે આવે છે , પોઝીટિવ આવનારા કર્મચારીમાંથી ધોળકાના 9, અમદાવાદના 8, ભાતના 1, પીસાવડાના 1, ત્રાસદના 1 અને મહુધાના 1નો સમાવેશ થાય છે. તંત્રે તાત્કાલિક અસરથી કંપની બંધ કરાવી છે અને ધોળકા શહેરમાં પ્રવેશવાના તમામ માર્ગો બંધ કરી દેવાયા છે.આ અંગે કંપનીના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે કે, કેડિલા ફાર્માસ્યુટિકલ્સ ઉચ્ચ ગુણવત્તાવાળી દવા ઉત્પાદન કરતી દેશની અગ્રણી કંપની છે. કંપની સાથે સંકળાયેલા કર્મચારીઓ, આરોગ્ય કર્મીઓ, સહભાગીદારો અને અન્ય વેપારીઓની તમામ સલામતી માટે પ્રયાસો કરશે ,કેડિલા ફાર્માએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સૂચવાયેલા સલામતી અને આરોગ્ય ચકાસણીના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા છતાં કમનસીબે તાજેતરમાં કંપનીના ધોળકા પ્લાન્ટમાં કાર્યરત 26 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત જણાયાં છે. આ ઘટનાના પગલે હાલ સ્વયંભૂ રીતે પ્લાન્ટની કામગીરી બંધ કરી દીધી છે
દરમ્યાન પ્રાપ્ત માહિતી મુજબ ધોળકાના ત્રાસદ ગામમાં કેસો આવતા તેને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી અને બંધ કરવામાં આવશે. અહીં કુલ કેસોની સંખ્યા હવે 91 થઈ ગઈ છે. આમ અમદાવાદ હવે કોરોના નું એપી સેન્ટર બની ગયું છે અને કંટ્રોલ બહાર જતા આજુબાજુ માં ચેપ પ્રસરી જિલ્લા સુધી પહોંચતા લોકો માં કોરોના ની દહેશત જોવા મળી રહી છે.
