સરકારી હોસ્પિટલમાં એક તરફ દર્દીને હેલ્પની જરૂર હોય અને બીજી તરફ સ્ટાફમાં કેટલાક કર્મચારીઓ ફોનમાં વ્યસ્ત રહેતા હોય દર્દીઓના સગાઓની આવા મોબાઈલ પ્રેમી કર્મચારીઓ સામે ફરિયાદ રહેતી હોય છે અને મોબાઈલ થોડીવાર સાઇડ ઉપર મૂકી કામમાં ધ્યાન આપવા મામલે અવારનવાર બબાલ થતી રહેતી હોવાનું જોવા મળતું હોય છે ત્યારે
અમદાવાદમાં સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી આવેલી ધી ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (એમ.પી. શાહ કેન્સર હોસ્પિટલ)ના વર્ગ ચારના તમામ કર્મચારીના મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો હોવાનું સામે આવ્યું છે.
હોસ્પિટલમાં કામના સમય દરમિયાન હાઉસકીપિંગ અને સર્વન્ટ મોબાઇલ ફોન ઉપયોગ કરી નહીં શકે તેવો મહત્વપૂર્ણ નિર્ણય ડાયરેક્ટર શશાંક પંડ્યાએ લીધો છે.
કર્મચારી મોબાઇલ ફોનમાં સતત એક્ટિવ હોવાના કારણે તે પોતાનાં કામ પર ઘ્યાન આપી શકતા નથી. જેના કારણે દર્દીને હેરાનગતિ ઊભી થાય છે. જો કે ડાયરેક્ટર શશાંક પંડ્યાએ આ આદેશ માત્ર વર્ગ ચારના કર્મચારી માટે જ આપ્યો છે.
આમ,મોબાઈલ ઉપર પ્રતિબંધ આવતા હવે આવા કર્મચારીઓ પોતાના કામ માં ફૂલ ધ્યાન આપી શકશે.