કોરોના ની હાડમારી વચ્ચે ખાસકરીને કોરોના થી મોત ને ભેટનાર મુસ્લિમ ને ચેપ લાગવાના ભયે કબ્રસ્તાન માં પ્રવેશ આપતો નથી અને ત્યાં દફનાવવા મુદ્દે વિરોધ કરવામાં આવતો હોવાના તાજેતરમાં બનેલા બનાવો ની રાજ્ય ના વકફ બોર્ડ ગંભીર નોંધ લીધી છે અને હવે થી કોઈપણ કોરોના થી મૃત્યુ પામેલ મુસ્લિમ ને દફનાવવા સામે કોઈ વિરોધ કરશે કે અવરોધ ઉભો કરશે તો વકફ બોર્ડ દ્વારા વકફ સુધારા અધિનિયમ-2013 હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.એટલુંજ નહિ પરંતુ તા.9/4/2020 ના રોજ આવતા શબે બારાત ના પવિત્ર તહેવાર ના દિવસે પોતપોતાના ઘર માં રહી ઈબાદત કરવા પણ અપીલ કરવામાં આવી છે.
