રાજ્યમાં કોરોના ના જંગ માં લડી રહેલા પોલીસકર્મીઓ પૈકી અમદાવાદ માં સૌ પ્રથમ કોરોના થી પ્રભાવિત એક પોલીસકર્મી નું મોત થયું હોવાનો પ્રથમ બનાવ બનતા પોલીસ બેડા માં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
વિગતો મુજબ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી ફરજ દરમિયાન કોરોના થી સંક્રમિત થયા હતા, જેઓ કોરોના સામેની જંગ હારી ગયા હતા અને આજે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે. હેડ કોન્સ્ટેબલ ભરતજી સોમાજીના આકસ્મિક અવસાન ને પગલે પોલીસ વર્તુળો માં ડીપી ઉપર તેમનો ફોટો મૂકી શ્રદ્ધાંજલિ પાઠવી હતી ઉપરાંત અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે.
ભરતજી સોમાજી કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જોકે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે. ઉપરાંત કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI રણજીતસિંહનો પણ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. અન્ય એક પોલીસકર્મીને કોરોના પોઝિટિવ આવતા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના D સ્ટાફને હોમ ક્વૉરન્ટીન કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છેકે કોરોના જેવી ખતરનાક બીમારી થી લોકો ને બચાવવા પોલીસ,ડોકટર,સફાઈ કામદારો વગરે જાન ના જોખમે કામ કરી રહયા છે ત્યારે ખાસ કરીને પોલીસ અસંખ્ય લોકો ના સીધા સંપર્ક માં આવી રહ્યા છે ત્યારે તેઓની સુરક્ષા માટે કોઈ ખાસ કીટ કે અન્ય વિકલ્પ સરકાર વિચારે તે જરૂરી છે.
