દેશમાં કોરોના એ ગરીબ , મધ્યમ વર્ગ ના લોકો ની કમ્મર તોડી નાખી છે, હવે પછી આવનારા સામુહિક ચુકવણું કેવી રીતે કરીશું તે પ્રશ્ન સતાવી રહ્યો છે. લોકોમાં લાઈટ બિલ , કરીયાના,દૂધ , શાળા ફી, મકાન ભાડા ક્યાંથી લાવવા તે સવાલો મુઝવી રહ્યા છે હાલ લોકડાઉનનો 3જો તબક્કો ચાલી રહ્યો છે. સામાન્ય પ્રજા તો ઠીક પણ હવે તો ખૂબ રાજકીય અગ્રણીઓ પણ આ ચિંતા કરતા થઈ ગયા છે. સત્તાધારી પક્ષ ભાજપ સાથે સંકળાયેલા નેતાઓ અને કાર્યકરો પણ હવે પોતાની હૈયાવરાળ કાઢી રહ્યા છે. અમદાવાદ ભાજપ સાથે ભાઈપુરા વોર્ડમાં 30 વર્ષથી સંકળાયેલા અનુસૂચિત જાતિના કોષાધ્યક્ષે પણ ભાજપના નેતાઓને સત્યથી રૂબરૂ કરાવ્યા હતા.
ઘર ચલાવવામાં ફાંફા મારતા લોકોના વિડીયો મોકલી વ્યથા ઠાલવી હતી.
અમરાઈવાડી વિધાનસભા વિસ્તારમાં આવેલા ભાઈપુરા વોર્ડમાંથી અનુસુચિત જાતિના કોષાધ્યક્ષ કલાભાઈ વઢિયારી ભાજપમાં છેલ્લા 30 વર્ષથી વિવિધ વિવિધ હોદ્દા પર રહીને સેવા આપી ચુક્યા છે. હાલ લોકડાઉનને પગલે તેઓને અત્યારે ઘર ચલાવવામા ખુબ જ તકલીફ પડી રહી છે. જોકે, તેઓઓ સ્વમાનના ભોગે કોઇ જ વ્યક્તિ, સંસ્થા કે પકક્ષ પાસે કોઇપણ પ્રકારની મદદ માંગી સકતા નથી. તેમની ધીરજનો અંત આવતા તેમણે વીડિયો મારફત પોતાની હૈયાવરાળ ભાજપના નેતાઓને સત્યથી વાકેફ કરવા પોતાની વ્યથા ઠાલવી હતી. આમ હવે કોરોના માં ભાંગી પડેલા ધંધા અને નોકરી વચ્ચે ક્યાંથી પૈસા લાવવા તે સવાલ ઊઠી રહ્યા છે ત્યારે વીજબીલ,સ્કૂલ ફી,બેંકના હપ્તા ,મકાન ભાડા વગરે માં માફી અથવા રાહત આપવા માંગણી ઉઠી રહી છે ,લોકો ઘરમાં લોક થઈ જતા હવે આવક બંધ થઈ જતા સરકાર કોઈ રસ્તો કાઢે તે જરૂરી છે.
