કોરોના વાયરસ ની વાસ્તવિકતા નો અંદાજ હવે ધીરેધીરે હવે બહાર આવી રહ્યો છે અને કોરોના જેવી ઘાતક બીમારી થી બચવા વિદેશ માં રહેતા ભારતીયો એ માદરે વતન તરફ રીતસર દોટ મૂકી છે.
કોરોનાથી યુરોપ સહિતના કેટલાક દેશોમાં ગુજરાત સહિતના અનેક ભારતીયો ફસાઇ ગયા છે અને આવા લોકોને દેશમાં પરત લાવવા મદદ કરવાને બદલે એરલાઈન્સે તેમની મજબૂરીનો લાભ ઉઠાવવાનું શરૂ કર્યું છે. હાલ પેસેન્જર ઓછા હોવા છતાં કેનેડાનું ભાડું રાબેતા મુજબના 65થી 70 હજારને બદલે 1.88 લાખ સુધી વસૂલવામાં આવે છે. એ જ રીતે પોલેન્ડથી અમદાવાદનું ભાડું 65 હજારની આસપાસ છે પણ એરલાઈન્સ હાલ દોઢ લાખ વસૂલે છે.
યુરોપના દેશોમાં કોરોનાના રોગચાળા ને ધ્યાનમાં રાખી ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશને યુકે તેમજ યુરોપ જતી તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે. જેથી હવે અમદાવાદથી બેંગકોક, સિંગાપોર, કુવૈત, દોહા પછી અમદાવાદ-લંડન ફ્લાઈટ પણ 19 માર્ચથી 31 માર્ચ સુધી રદ રહેશે.
બીજી તરફ ટ્રેન ની વાત કરવામાં આવે તો અમદાવાદથી મુંબઈ જતી અને આવતી ટ્રેનો ખાલીખમ જોવા મળી રહી છે, અમદાવાદથી મુંબઈ જતી ટ્રેનમાં ટિકિટ કેન્સેલેશન પાંચ ગણું વધ્યું છે. મુંબઈ રૂટ પર 150થી વધુ ટિકિટો કેન્સલ થઈ છે. વીઆઈપી ક્વોટામાં પણ બુકિંગ નથી.
કોરોનાના ભયે છેલ્લા બે દિવસમાં બીઆરટીએસમાં 25 હજાર તેમજ એએમટીએસમાં 60થી 70 હજાર પેસેન્જર ઓછા થયા છે. બીઆરટીએસમાં રોજ દોઢ લાખ અને એએમટીએમાં રોજ 5.75 લાખ લોકો અવરજવર કરે છે. જ્યારે એસટીના પેસેન્જરની સંખ્યામાં પણ 10 ટકા એટલે કે સરેરાશ 20થી 25 હજારનો ઘટાડો થયો છે.એડવાન્સ બુકિંગ પણ લગભગ 25 ટકા ઘટ્યું છે.આમ ટ્રેન ,બસ બધેજ કોઈ ટ્રાફિક નથી અને જરૂર હોય તોજ લોકો ઘર બહાર નીકળી રહ્યા છે અને કેટલીય કંપની ના ઈમ્પોય ને ઘર બેઠા કામ સોંપવામાં આવ્યા હોવાના પણ કિસ્સા છે.
આમ કોરોના ના ભય ને લઈ એક અજીબ માહોલ ઉભો થયો છે અને લોકો જાહેર સ્થળો એ ફરવાનું પણ તાળી રહ્યા છે.
