કોરોના ઇફેક્ટ ને લઈ ગુજરાત સરકારે શાળાઓમાં 29મી માર્ચ સુધી રજાઓ જાહેર કરી છે. ત્યારે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર ન પડે તે માટે સરકારે દરેક ગુજરાતી ચેનલને શૈક્ષણિક કાર્યક્રમનું પ્રસારણ કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ મુજબ જેતે ચેનલને કયા દિવસે, કેટલા વાગ્યે, કયા ધોરણનો કાર્યક્રમનું પ્રસારણ કરવું તે અંગે ટાઇમટેબલ મોકલી આપ્યું છે. જેમાં ધોરણ 7,8,9 અને 11ના વિદ્યાર્થીઓ માટે વિવિધ વિષયોના લેકચર્સનું આયોજન કરવામાં આવશે. આગામી સમયમાં વાર્ષિક પરીક્ષા આવી રહી છે ત્યારે બાળકો ના ભવિષ્ય અને અભ્યાસ ઉપર તેની અસર ન પડે તે માટે આ નિર્ણય લીધો હોવાનું જણાય છે.
