કોરોના ના સેંકડો લોકો ચેપગ્રસ્ત બનતા આગામી સમય માં સ્થિતિ બગડે તેવા અહેવાલો વચ્ચે ગુજરાત ની સ્થિતિ વધુ વણસે તેવું વાતાવરણ ઉભું થયું છે ત્રણ દિવસ વરસાદી માહોલ જામતા કોરોનાના કહેર વચ્ચે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. સાયક્લોનિક સર્ક્યુલેશન ની અસર વચ્ચે ભાવનગર , ધારી પંથક માં વરસાદ પડ્યા ના અહેવાલો બાદ હાલમાં
અમદાવાદ, વડોદરા, દાહોદ, જૂનાગઢ તેમજ સુરતમાં સવાર થી જવાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે અને બરોડા ના કેટલાક વિસ્તાર અને આજુબાજુ માં વરસાદ ના છાંટા પડી ચુક્યા છે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, 25થી 27 માર્ચ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
કોરોના ના આંકડા વધતા જઇ રહ્યા છે ત્યારે ઉપર થી વાતવરણ માં બદલાવ આવતા લોકો ને સાવચેતી રાખવા ભલામણ કરાઈ રહી છે.
