અમદાવાદ: કોરોના ના કહેર વચ્ચે ભારત અને ગુજરાતમાંથી કુલ MBBSના 200 વિદ્યાર્થીઓ ફિલિપાઈન્સમાંથી ભારત આવવા નીકળ્યા હતા જેમાં ગુજરાતના 50 જેટલા વિદ્યાર્થીઓ ફિલિપાઈન્સથી ગુજરાત આવવા માટે રવાના થયા હતા. પરંતુ કુઆલાલુમ્પુર ખાતે તેમને અટકાવી દેવામાં આવ્યા હતા, જેથી વિદ્યાર્થીઓએ મદદની માંગણી કરતો વીડિયો મિત્ર વર્તુળમાં મોકલ્યો હતો આ વિડીઓ મીડિયા ના માધ્યમ થી વિશ્વભરના ગુજરાતીઓ સુધી વાઈરલ થયો હતો. તેમજ નેશનલ મીડિયા પણ દોડતું થયું હતું, અંતે રાતના 9 વાગ્યે અને 20 મિનિટે કેન્દ્રીય વિદેશમંત્રી એસ.જયશંકરે ટ્વિટ કરીને ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓને પાછા લાવવાની પ્રક્રિયા ચાલી રહી હોવાની માહિતી આપી હતી.
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું વિદ્યાર્થીઓને પરત લાવવાતમામ મદદ પુરી પાડીશું
ત્યારબાદ આજે આજે સવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ પણ અહેવાલને આધારે આ વિદ્યાર્થીઓને પરત લાવવાની તમામ મદદ પુરી પાડવામાં આવી રહી હોવાની ખાતરી આપી હતી.
વિદેશ મંત્રી એસ. જયશંકરે ટ્વિટ કરી જાણકારી આપી છે કે ફસાયેલા વિદ્યાર્થીઓને ભારત લાવવા માટે એર એશિયાની દિલ્હી અને વિઝાગની ફ્લાઇટને મંજૂરી આપવામાં આવી છે. તેમજ વિદ્યાર્થીઓને એરલાઇન્સનો સંપર્ક કરવા જણાવ્યું છે.હાલ માં વિદેશ ની ધરતી પર અટવાયેલા કેટલાય લોકો ઇન્ડિયા આવવા ઝઝૂમી રહ્યા છે અને બીજી તરફ ફ્લાઇટ ના ભાડા પણ ડબલ થઈ ગયા છે અને અંધાધૂંધી નો માહોલ છવાયો છે.
