કોરોના ની સ્થિતિ કાબુ બહાર જઇ રહી છે અને અત્યાર સુધી ની વાત કરવામાં આવે તો દેશમાં સૌથી વધુ નવા કેસ મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં નોંધાઇ રહ્યા છે. દેશમાં હાલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 10,760 થઈ ગઈ છે.મહારાષ્ટ્રમાં મુંબઈ અને ગુજરાતમાં અમદાવાદને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યું છે. દેશમાં સૌથી વધુ દર્દીઓ મહારાષ્ટ્રમાં નોંધાઇ રહ્યા છે, જ્યારે ગુજરાત પાંચમા ક્રમે અને મૃત્યુઆંકમાં ચોથા નંબરે છે. જોકે આજે ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 28 મૃત્યુ થયા છે.
ગુજરાતમાં આજે 45 દર્દીઓની સંખ્યા વધીને કુલ કોરોનાના પોઝિટિવ દર્દીઓ 617 નોંધાયા છે. તેમાંથી 55 દર્દીઓની સ્થિતિ સુધારા પર છે. દેશમાં સૌથી વધારે દર્દીઓ મહારાષ્ટ્રમાં 2,455 નોંધાયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે મુંબઈમાં 1,540 નોંધાયા છે. જ્યારે ગુજરાતમાં સૌથી વધારે દર્દીઓ અમદાવાદમાં 351 નોંધાયા છે. દેશમાં દર્દીઓની સંખ્યામાં દિલ્હી બીજા ક્રમે, તમિલનાડુ ત્રીજા ક્રમે અને રાજસ્થાન ચોથા ક્રમે છે.
કોરોના વાઈરસ ને લઈ ભારત માં હમણાં સુધી કુલ 361 લોકોના મોત થયા છે. દેશમાં સૌથી વધારે મોત મહારાષ્ટ્રમાં 160 લોકોના થયા છે. ત્યારપછી સૌથી વધારે મૃત્યુઆંક મધ્ય પ્રદેશમાં 50, દિલ્હીમાં 28 નોંધાયા છે. મૃત્યુઆંકની સરખામણીએ જોવા જઈએ તો ગુજરાત દેશમાં ચોથા ક્રમે છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 26 લોકોના મોત થયા છે. આમ કોરોના નો પ્રભાવ વધતો જતા તંત્ર માં ભારે ટેંશન જોવા મળી રહ્યું છે અને તેથીજ કોરોના નું સંક્રમણ રોકવા માટે આગામી 3 મેં સુધી લોકડાઉન લંબાવાયુ છે.
