દેશ ના અન્ય ભાગો સાથે ગુજરાત માં પણ કોરોના ની હાલ ની સ્થિતિ ને ધ્યાને લઇ વિદ્યાર્થીના હિતમાં અમદાવાદ માં ડીપીએસ બોપલે વર્ષ 2020-21ના ધો.10 અને 12ના ક્લાસ ઓનલાઇન કરી દીધા હોવાનું જાણવા મળ્યું છે જેમાં વિદ્યાર્થીઓને પુસ્તકો, પરિણામ ઓનલાઈન મળશે. સ્કુલ મેનેજમેન્ટ દવારા વિદ્યાર્થીઓને શક્ય હોય ત્યાં સુધી કેમ્પસમાં આવવાનું ટાળવા સલાહ આપી છે, અને સ્કૂલે વાર્ષિક કલા પ્રદર્શન પણ મોકૂફ રાખ્યું છે.
નોંધનીય છે કે રાજ્ય સરકારના હેલ્થ વિભાગે વધુ સંખ્યામાં લોકો એકત્ર થતાં હોય તેવા કાર્યક્રમ ટાળવા એડવાઈઝરી બહાર પાડી છે. સ્કૂલો પણ બાળકોમાં જાગૃતિ માટે ના પગલા લઇ રહી છે. ડીપીએસ બોપલે વિદ્યાર્થીઓ ઘરે રહીને અભ્યાસ કરે તે માટે ઓનલાઇન કોર્સ શરૂ કર્યા છે. વિદ્યાર્થીઓ ઝુમ ઓનલાઇન ટેકનોલોજીથી ઘરે જ ધો.10અને 12ના ક્લાસ એટેન્ડ કરશે. વિદ્યાર્થીઓ ઘેર બેઠા જ અભ્યાસ કરે તે માટે દરેક શિક્ષક એક એપ્લિકેશનડાઉનલોડ કરશે. તે 300 વિદ્યાર્થીને ઇનવાઇટ કરશે. આ 300 વિદ્યાર્થી ઘેર બેઠા સ્ક્રીન પર શિક્ષક જે લખશે તે જોઇ શકશે અને તે પ્રમાણે અભ્યાસ કરશે. આ નિર્ણય બેઅઠવાડિયા સુધી લાગુ રહેશે. ડીપીએસ, બોપલમાં ધો.10 અને 12માં મળીને કુલ 750 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
સ્કૂલો વાર્ષિક પરીક્ષા પછી તરત જ વેકેશન આપી શકે છે
ખાનગી સ્કૂલોનું સંચાલક મંડળ બેઠક યોજીને વાર્ષિક પરીક્ષા બાદ સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય કરી શકે છે. 20 એપ્રિલથી નવા સત્ર માટે સ્કૂલો શરુ થશે ત્યારબાદ મે મહિનાથી વેકેશન રહેશે. પરંતુ સંચાલક મંડળ નિર્ણય લઇ શકે છે કે 20 એપ્રિલ પછી સ્કૂલો બંધ રહેશે. જૂન મહિનામાં જ વેકેશન પૂરુ થતાં સ્કૂલો ખુલશે. બીજી તરફ ઉદ્દગમ સ્કૂલે પણ કોરોનાના ચેપથી બચવા વિદ્યાર્થીઓને ઘરે જ રહેવા જણાવ્યું છે. પરંતુ બાળકો ઘેર બેઠા યોગ્ય પ્રવૃત્તિ કરે તે માટે સ્કૂલના 150થી વધુ શિક્ષકો પાસે થી પસંદ કરાયેલા મંતવ્યોને ધ્યાને લઇવાલીઓ ને ઇ-મેઇલથી મોકલાયા હતા. જેમાં વિદ્યાર્થીઓને વર્ડ ગેમ રમવા, ગાર્ડનિંગ, પેરેન્ટ્સ સાથે ટાઇમ વિતાવવો, ઘરની સફાઇકરવી વગેરે બાબતો કરવા જણાવ્યું છે. કારણ કે ઘણા બાળકો ઘરે કંટાળો આવવાની ફરિયાદ કરતા હોવાથી તેઓને પ્રવૃત્તિમય રાખવા માટે આ પ્રકારની સલાહ આપવામાં આવી રહી છે.
શુક્રવાર, મે 23
Breaking
- Breaking: વકફ સુધારા કાયદાની બંધારણિકતા પર સુપ્રીમમાં દલીલો પૂર્ણ, ચુકાદો અનામત
- Breaking: વોશિંગ્ટન ડીસીમાં યહૂદી સંગ્રહાલયની બહાર ગોળીબાર: બે ઇઝરાયલી દૂતાવાસ કર્મચારીઓની હત્યા
- Breaking: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં એન્કાઉન્ટર, સુરક્ષા દળોએ 3થી 4 આતંકવાદીઓને ઘેરી લીધા
- Breaking: BCCIનો મોટો નિર્ણય: પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ટીમ ઈન્ડિયા એશિયા કપમાંથી બહાર!
- Breaking: પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં ધરપકડ થયેલી યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા અંગે પિતાનું નિવેદન
- Breaking: અમિત શાહની હાજરીમાં તિરંગા યાત્રા: ઓપરેશન સિંદૂરનો સંદેશ વિશ્વ સુધી પહોંચાડવાનો પ્રયત્ન
- Breaking: શશિ થરૂરનો સંકલ્પ: દેશ માટે જ્યાં જરૂર પડશે, ત્યાં ઊભો રહીશ
- Breaking: શરદ પવાર અને અજિત પવાર વચ્ચે સમરસતા? મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સંકેતો