કોરોના એ દેશ ને સકંજામાં લીધો છે ત્યારે હવે કોરોના માં સાજા થયેલા દર્દીમાં નાક અને આંખ વચ્ચેનાં હાડકાથી લઇને મગજ સુધી પહોંચતી ફંગસની બીમારી એ હાહાકાર મચાવ્યો છે પણ હવે ત્રીજો રોગ પણ ચાલુ થયો છે જે કોરોના થયા બાદ જ થાય છે, હવે અમદાવાદ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં પેટથી આંતરડા અને સ્વાદુપિંડ જેવા અંગોને લોહી પહોંચાડતી નસમાં બ્લોકેજ થતાં આંતરડું કાળું પડવાના તેમજ સ્વાદુપિંડ સડી જવાના કિસ્સા વધતા તબીબો માં ચિંતા પ્રસરી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં માર્ચથી ડિસેમ્બર સુધી 15 તેમજ બે ખાનગી હોસ્પિટલમાં 10 જેટલાં કેસમાં દર્દીના કાળા પડી ગયેલું આંતરડું અને સડી ગયેલુું સ્વાદુપિંડ કાઢવાની તેમજ ગોલ બ્લેડરની 4થી 6 કલાકની સર્જરી કરાઇ છે. તેમજ જઠરથી લઇને મળમાર્ગ સુધીનું આખું આંતરડું કાળું પડી ગયું હોય તેવાં 5 દર્દી ના મોત થઈ ગયા છે.
દર્દીને સામાન્ય પેટના દુખાવાથી શરૂ થતી આ તકલીફનું ઝડપથી નિદાન થતું નથી. પરંતુ, દર્દીને દુખાવો અસહ્ય બને છે ત્યારે સર્જન દ્વારા પેટના સીટી સ્કેનમાં આંતરડું કાળું પડી ગયાનું તેમજ પેન્ક્રિયાસ સડી ગયાનું નિદાન થાય છે, ત્યારે સર્જરી સિવાય કોઇક ઉપાય હોતો નથી.
કોરોનાથી સાજા થયાં હોય અથવા કોરોનાગ્રસ્ત હોય અને 50 વર્ષથી વધુ વય, ડાયાબિટીસ, હૃદયરોગ અને હાઇ બ્લડપ્રેશરના દર્દી આ રોગ નો ભોગ બની શકે છે.
