હાલ માં કોરોના રોગચાળા ને લઇ વિશ્વ માં સંખ્યાબંધ લોકો ના મોત થયા છે અને હાહાકાર મચી ગયો છે ત્યારે કોરોના રોગચાળો જ્યોતિષની દ્રષ્ટિએ ગ્રહો ની સ્થિતિ નું કારણ માનવામાં આવી રહ્યું છે ત્રણ ગ્રહો શનિ, રાહુ અને કેતુ અણધાર્યા રોગચાળા ના પરિણામોનું કારણ બન્યા નું જણાવાઈ રહ્યું છે, જ્યારે શનિ તેની પોતાની રાશિમાં આવે છે ત્યારે તે અનપેક્ષિત ઘટનાઓ ઉત્પન્ન કરે છે. હાલમાં શનિ તેની પોતાની રાશિ મકર રાશિમાં છે. આ વર્ષે 24 જાન્યુઆરીએ તે આ રાશિમાં આવ્યો છે. જ્યોતિષીય ગણતરી મુજબ શનિ આ રોગચાળાનું કારણ છે. આ ઉપરાંત, ચંદ્ર રોગ ફેલાવવામાં તેની ભૂમિકા ભજવી રહ્યો છે. કારણ કે ચંદ્ર સમુદ્ર અને સમુદ્રથી સંબંધિત વસ્તુઓ માટે જવાબદાર છે. આ સાથે મંગળ અને કેતુ પણ ગુરુ સાથે ધનુ રાશિમાં બેઠા છે, જે આ સ્થિતિને ગંભીર બનાવે છે. પરંતુ 22 માર્ચ, 2020 ના રોજ, જ્યારે મંગળ શનિની રાશિમાં મકર રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. જ્યોતિષ ની દ્રષ્ટિએ પાછળ ના વર્ષો ઉપર નજર નાખવામાં આવે તો
વર્ષ 1312 માં જ્યારે શનિ મકર રાશિમાં આવ્યો ત્યારે આખો યુરોપ રોગચાળા જેવા પ્લેગથી ગ્રસ્ત હતો. આ રોગચાળાએ 7.5 કરોડ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. 1666 માં મકરમાં શનિની હાજરી પણ વિશ્વ માટે મોટો ખતરો છે. આ સમયગાળા દરમિયાન, લંડનની માત્ર 20 ટકા વસ્તી પ્લેગને કારણે નાશ પામી હતી. ત્યારબાદ ઓગણીસમી સદીમાં શનિની પોતાની રાશિમાં પરિવર્તનથી હજ્જારો લોકો ના મોત થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે ગ્રહો ની બદલાયેલી સ્થિતિ આ રોગચાળા નું કારણ હોવાનું જ્યોતિષ શસ્ત્ર જણાવે છે. જોકે, મકર રાશિ માં ગુરુ પ્રવેશ કરશે એટલે શનિ-મંગળ નો આ પ્રકોપ સમાપ્ત થઈ જશે , 4 મેં 2020 ના રોજ મંગળ મકર થી કુંભ રાશિ તરફ જશે ત્યારબાદ વાયરસ ની અસર ઓછી થઈ જશે તેમ માનવામાં આવે છે.
