કોરોના સામે બાથ ભીડવા દેશ ને એક થવા પીએમ નરેન્દ્ર મોદી એ હાકલ કરી હતી. દેશને સંબોધન કરતા તેઓ એ ઉમેર્યું કે બીજા વિશ્વયુદ્ધમાં જે સ્થિતિ હતી તેવીજ સ્થિતિ કોરોના વાયરસના લીધે આજે વિશ્વભરમાં છે.યુદ્ધ વખતે કાચ ઉપર કાગળ લગાવવો કે લાઈટો બંધ રાખવા જેવી બાબતો થી જનતા ટેવાઈ હતી તેવીજ રીતે આ રોગ સામે લડવા ચોખ્ખાઈ અને ભાડ ભીડ થી દુર રહેતા શીખવું પડશે જે માટે પ્રથમ તબક્કા માં વડાપ્રધાન મોદીએ 22 માર્ચે રવિવારે જનતા કર્ફ્યૂ રાખી દેશહિતમાં સામેલ થવા માટે અપીલ કરી હતી.
પીએમ મોદીએ કહ્યું, આ રવિવારે 22 માર્ચના સવારે સાત વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી દરેક દેશવાસીઓને જનતા કર્ફ્યુ નું પાલન કરવાનું છે. તે દરમિયાન કોઇ પણ નાગરિક ઘરથી બહાર ન નિકળે. સોસાયટી કે રસ્તામાં ક્યાંય ન જાય. જરૂરી સેવાથી જોડાયેલા લોકોને તો જવું જ પડશે કારણ કે તેમની ફરજ હોય છે. 22 માર્ચના આપણો આ પ્રયાસ દેશહિતમાં એક મજબૂત પ્રયાસ સાબિત થઇ શકે છે.
સંબોધનમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે અત્યાર સુધી વિજ્ઞાન કોરોના મહામારીથી બચવા માટે કોઇ નિશ્વિત ઉપાય સુઝાવી શક્યું નથી. અને તેની કોઇ દવા પણ નથી બની શકી. દુનિયામાં જ્યાં કોરોનાનો પ્રભાવ વધારે દેખાય છે ત્યાં અભ્યાસમાં એકબીજી વાત સામે આવી છે. આ દેશોમાં શરૂઆતના અમુક દિવસો બાદ અચાનક બીમારીનો વિસ્ફોટ થયો છે. આ દેશોમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા ખૂબ ઝડપથી વધી છે. ભારત સરકાર આ સ્થિતિ પર, આ મહામારીના ફેલાવાના ટ્રેક રેકોર્ડ પર નજર રાખીને બેઠી છે. જોકે અમુક દેશ એવા પણ છે જેમણે જરૂરી નિર્ણયો કર્યા અને તેમના લોકોને વધુમાં વધુ આઇસોલેટ કરીને સ્થિતિને સંભાળી છે. તેમાં નાગરિકોની ભૂમિકા ખૂબ અગત્યની રહી છે. ભારત જેવા 130 કરોડની આબાદીવાળા દેશ સામે, જે દેશ વિકાસમાં પ્રયત્નશીલ છે. આપણા જેવા દેશ પર કોરોનાનું સંકટ સામાન્ય વાત નથી. આજે જ્યારે મોટા અને વિકસિત દેશોમાં આપણે આ મહામારીનો વ્યાપક પ્રભાવ જોઇ રહ્યા છીએ તો ભારત પર તેનો કોઇ પ્રભાવ નહીં પડે તે માનવું ખોટું છે. અને તેથી આ મહામારીનો મુકાબલો કરવા માટે બે પ્રમુખ વાતોની જરૂરિયાત છે. ’’
‘‘પહેલી વાત સંકલ્પ અને બીજી સંયમ. આજે 130 કરોડ દેશવાસીઓને તેમનો સંકલ્પ વધુ દ્રઢ કરવો પડશે કે અમે આ વૈશ્વિક મહામારીને રોકવા માટે એક નાગરિક તરીકે પોતાની ફરજોનું પાલન કરીશું. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના દિશા નિર્દેશોનું પૂરી રીતે પાલન કરીશું. આજે આપણને એ સંકલ્પ લેવો પડશે કે આપણે સ્વયં સંક્રમિત થવાથી બચીશું અને બીજાને સંક્રમિત થવાથી બચાવીશું.
આ પ્રકારની મહામારીમાં એક જ મંત્ર કામ કરે છે. પોતે સ્વસ્થ તો જગ સ્વસ્થ. આવી સ્થિતિમાં જ્યારે આ બીમારીની કોઇ દવા નથી તો આપણે પોતે સ્વસ્થ રહીએ તે સૌથી પહેલી જરૂરિયાત છે. આ બીમારીથી બચવા અને સ્વસ્થ રહેવા માટે બીજી અનિવાર્યતા છે તે સંયમની છે. સંયમની રીત કઇ છે. ભીડથી બચવું, ઘરથી બહાર નિકળવાથી બચવા જણાવ્યું છે
આજકાલ જેને સોશિયલ ડિસ્ટન્સિંગ કહેવાય છે તે ખૂબ જરૂરી છે અને તે કારગર પણ છે. આપણો સંકલ્પ અને સંયમ આ વૈશ્વિક મહામારીના પ્રભાવને ઓછું કરવામાં ખૂબ મોટી ભૂમિકા નિભાવશે. તેથી જો તમને લાગે કે તમે સ્વસ્થ છો , તમને કંઇ નહીં થાય , તમે આવી રીતે જ માર્કેટમાં ફરતા રહેશો, રસ્તાઓ પર જતા રહેશો અને કોરોનાથી બચી રહેશો એવું વિચારવું યોગ્ય નથી. આવું કરીને તમે તમારી સાથે તમારા પરિવારજનો સાથે અન્યાય કરશો. તેથી દરેક દેશવાસીઓને મારો આગ્રહ છે કે આગામી અમુક અઠવાડિયા સુધી જો ખૂબ જરૂરી હોય તો જ તમારા ઘરેથી બહાર નિકળો. જેટલું શક્ય બને, તમે તમારું કામ, બિઝનેસ હોય , ઓફિસ હોય , થાય તો તમારા ઘરેથી જ કામ કરો અને આવા કર્મચારીઓ નો પગાર નહીં કાપવા મોદીજી એ વિનંતી કરી છે અન્ય સરકારી સેવાઓમાં છે તે જનપ્રતિનિધિઓ અને મીડિયા કર્મી છે તેની સક્રિયતા જરૂરી છે. મોટી ઉંમરના લોકો અમુક અઠવાડિયા સુધી ઘરની બહાર ન નિકળે તે જરૂરી છે.
દેશના દરેક નાગરિકે, દેશ સામે જે આ સંકટ આવ્યું છે તેની સામે સૌ એ લડવાનું છે, ઘણી વખત એક નાગરિક તરીકે આપણી અપેક્ષાઓ પૂરી નથી થઇ શકતી. પણ આ સંકટ એટલું મોટું છે, વૈશ્વિક છે. બે દેશ પણ એકબીજાને મદદ નથી કરી શકતા. આવી સ્થિતિમાં બધા દેશવાસીઓને આ સમસ્યાઓ વચ્ચે દ્રઢ સંકલ્પ સાથે આ પરેશાનીઓનો સામનો કરવાની જરૂરિયાત છે. આપણને અત્યારે આપણું સામર્થ્ય પોતાને બચાવવા પર લગાવવાનું છે. તેને જ પ્રાથમિકતા આપવા જણાવ્યું છે
