અમદાવાદ : દુનિયા માં કોરોના એ યુદ્ધ જેવી સ્થિતિ ઉભી કરી છે ત્યારે ભારત માં કોરોના એ દરવાજો ખટખટાવતા દેશ ના પીએમ મોદીએ આગોતરા પગલાં ભરવા જનતા પાસે સહકાર માંગ્યો છે અને 22 મી એ આજે રવિવારે સ્વયંભૂ બંધ ની અપીલ કરી છે ત્યારે આજનો દિવસ ખુબ જ નિર્ણાયક બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને આહવાન કરીને સવારે 7થી રાત્રીના 9 વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવા વિનંતી કરી છે. જાણકારો ના જણાવ્યા પ્રમાણે
દરેક માણસ ના શરીરમાં વાઈરસ રિસિપ્ટર હોય છે જેનાથી તે વ્યકિતના શરીરમાં પ્રવેશે છે. 55 વર્ષથી વધુની ઉંમરના લોકોના હૃદય અને ફેફસામાં આ રિસિપ્ટર વધુ હોય છે. જેથી તેઓવાઈરસ નો ભોગ જલ્દી બને છે અને નાના બાળકોના ફેફસા અને હૃદયમાં રિસિપ્ટર જોવા મળતા નથી. જેથી તેમનામાં આ વાઈરસ જોવા મળતો નથી. ચીનઅને ઈટાલીમાં પણ કોઈ તાત્કાલિક દવા ઉપલબ્ધ નહિ બનતા એન્ટીબાયોટીક, એચાઈવી સહિતની ત્રણથી ચાર દવાઓના મિશ્રણ પેશન્ટ ને અપાતા સજા થયા હોય તેવા કેસ પણ સામે આવ્યા છે. તેમની એન્ટીબોડીમાંથી પ્લાઝમાંલઈને પ્લાઝમાં ટ્રાન્ફ્યુઝનથી વાઈરસ ગ્રસ્ત વ્યકિતની સારવાર કરી શકાય છે. જનતા કરફ્યું હોય તો વાતાવરણમાં રહેલા વાઈરસના સંપર્કમાં ન આવવાથી વાઈરસ ખત્મ થઈ જતો હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે સેંકડો માણસો કેટલાક સમય થી એકબીજા ના સંપર્ક માં ન આવે તે જરૂરી છે અને સહિયારા પ્રયાસો કારગત નીવડશે તેથી લોકો સહકાર આપે તે જરૂરી છે.
