ખેડાના રતનપુર નજીક રોડ ઉપર ઉભેલા કન્ટેનર પાછળ મોટર સાયકલ અથડાવી દેતા એક સગીર સહિત 4 યુવાનોના કરૂણ મોત થયા છે.
રતનપુર પાસેના નેશનલ હાઈવે નંબર 48 પર અમદાવાદ જતા વેસ્ટન હોટલ નજીક પાર્કિંગમાં ઉભેલી કન્ટેનર પાછળ મોટરસાયકલ ઘૂસી ગયું હતું.
ખેડા ટાઉન પોલીસ ઘટનાસ્થળે દોડી આવી આ યુવાનોના વાલીવારસોને શોધવા તજવીજ હાથ ધરી હતી.
ચારેય મૃતકો અમદાવાદના હોવાનુ બહાર આવ્યું છે.
મૃતકોમાં જીતેશ નોગિયા (23 વર્ષ),
હરીશ રાણા (19 વર્ષ),નરેશ વણઝારા (22 વર્ષ),સુંદરમ યાદવ (16વર્ષ) નો સમાવેશ થાય છે.
