ગુજરાત માં કોરોના ની સ્થિતિ ભયાનક બની છે એમાંય અમદાવાદ,વડોદરા, સુરત,ભાવનગર માં હાલત ખરાબ છે ત્યારે ગાંધીનગર ખાતે સચિવાલય માં કવરેજ કરનાર એક ટીવી ચેનલના પત્રકાર અને અમદાવાદ ના 5 પત્રકારો મળી કુલ 6 પત્રકારો નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા સચિવાલય સહિત ગાંધીનગરના મેયર કાર્યાલય તેમજ ટોચના નેતાઓ સહિત કોરોના અંગેનું રોજ અપડેટ આપનાર આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિની મિડિયા બ્રિફિંગ માં પણ આ પત્રકાર નિયમિત હાજરી આપતા હોઇ આ ઘટના એ ભારે સનસનાટી મચી ગઇ છે અને સર્વત્ર ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે, કોરોના પોઝીટીવ આવનાર પત્રકારો પૈકી એક ગાંધીનગર માં જ્યાં ફરજ બજાવે છે તે ઓફિસ સે.11માં અખબાર ભવનમાં હોવાથી તંત્ર સબંધીતો ત્યાં પહોંચી ગયા હતા અને ઓફિસ સહિત સમગ્ર અખબાર ભવનને સેનિટાઇઝેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી
આ પત્રકારે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં સાંસદ અને ગૃહમંત્રી અમિત શાહના કાર્યકરો અને નેતાઓએ ગરીબોને રેશનીંગ કીટ વિતરણના જે કાર્યકર્મો યોજ્યા હતા તેના કવરેજ માટે પણ આ પત્રકારે કામગીરી બજાવી હતી અને તેમના ઇન્ટર્વ્યૂ કર્યા હતા. આ ઉપરાંત ગાંધીનગરના મેયર રીટાબેન પટેલનો પણ આ પોઝીટીવ9 પત્રકારે વન-ટ-વન ઇન્ટરર્વ્યૂ કર્યો હોવાથી તેમના સંપર્કમાં આવનાર ભાજપનના નેતાઓ અને મેયર તથા સબંધીતો માં ભારે ચિંતા નો માહોલ જોવા મળ્યો હતો.
દરમ્યાનમાં, આજે સવારે અખબાર ભવન ખાતે ફાયર બ્રિગેડની ગાડીઓ જંતુનાશક પ્રવાહી દવા સાથે પહોંચી હતી અને અખબાર ભવનને સેનેટાઇઝેશન કરવાની કામગીરી હાથ ધરી હતી. સત્તાવાળાઓએ આ પત્રકાર કોના કોના સંપર્કમાં આવ્યા તેની યાદી તૈયાર કરી તેઓને કોરિન્ટિન કરવામાં આવે તેવી શકયતા વ્યક્ત કરાઇ રહી છે. બીજી તરફ કોરોના નું હોટસ્પોટ બની ચૂકેલા અમદાવાદમાં પણ 5 પત્રકારો કોરોના પોઝીટીવ આવતા હડકંપ મચી ગયો છે. ગુજરાતમાં મિડિયા ક્ષેત્રે પ્રથમ વખત 6 પત્રકારો કોરોના થયો હોય તેવો આ પ્રથમ ઘટના છે અગાઉ મહારાષ્ટ્ર અને દિલ્હી માં પત્રકારો ને કોરોના પોઝીટીવ આવ્યા બાદ ગુજરાત માં પણ 5 પત્રકાર ના રિપોર્ટ પોઝીટીવ આવતા હડકંપ મચ્યો છે અને હાલ માં તમામ પ્રેસ બ્રીફ અટકાવી દેવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
ગાંધીનગર માં પ્રેસ બ્રીફ પહેલા 70 જેટલા પત્રકારો એકત્ર થતા હતા અને એમાંય નિર્ધારિત સમય કરતાં કલાક જે અડધો કલાક મોડી પ્રેસ બ્રીફ થતી હોઇ અહીં તપાસ બાદ હકીકત ચોંકાવનારી આવી શકે તેમ હોવાનું મનાય રહ્યું છે.