ગુજરાત માં દારૂબંધી ના નાટક ને લઈ કરોડો રૂપિયા ના બે નંબર ના ધંધા ફુલ્યા ફાલ્યા છે, ત્યારે આ કહેવાતી દારૂબંધી ઉપર હાલ ની સ્થિતિ જોતા પુનઃવિચાર કરવો જોઈએ અને વૈજ્ઞાનિક પદ્ધતિ થી અભ્યાસ કરી તેનો કોઈ રસ્તો કાઢવો જોઈએ આ માટે તજજ્ઞ લોકો ગાંધી વિચારધારા ને વરેલા બુદ્ધિજીવીઓ ને સાથે રાખી સર્વે કરી દારૂબંધી અંગે કોઈ સોલ્યુશન લાવવું જોઈએ કારણ કે દારૂબંધી નો કડક કાયદો અમલ માં છે તેમછતાં કોઈપણ વિસ્તારમાંથી દારૂ આસાની થી મળી જાય છે હા ભાવ માં ફરક જરૂર હોય છે મતલબ કે દારૂ તો મળેજ છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલ સંપૂર્ણપણે દારૂબંધી ઇચ્છતા હતા જેનું પાલન થતું નથી ત્યારે સરદાર પટેલ અને ગાંધીજી ના સાચા મૂલ્યો ના આધારે ફરીથી અભ્યાસ થવો જોઈએ અને કાળા બજારીયાઓ ને ખતમ કરવા જોઈએ.
મુંબઈ,રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિવ-દમણ માં દારૂબંધી નથી તો દારૂબંધી નું નાટક ક્યાં સુધી ચાલશે? ગુજરાત ના આર્થિક વિકાસ માટે પણ જરૂરી છે કારણ કે જો ચીન માંથી ભારત ના ગુજરાત માં મોટાપાયે ઉદ્યોગકારો આવવાના હોય તો દારૂબંધી અંગે પુનઃવિચાર કરવાનો સમય પાકી ગયો છે.પોતે દારૂ પીતા નથી પરંતુ હાલ ના સંજોગો જોતાં આ બાબતે પુનઃવિચાર કરવો જોઈએ કારણકે અમલ તો થતો નથી તો નાટક કેટલા સમય સુધી ચાલતું રહેશે.
પૂર્વ મુખ્યમંત્રી શંકર સિંહ વાઘેલા એ ફેસબુક ઉપર પોસ્ટ લખીને સરકાર નું ધ્યાન દોર્યું છે.
