ગાંધીનગર માં કોંગ્રેસ ના વિરજી ઠુમરે નિતીન ભાઈ પટેલ ને મુખ્યમંત્રી માટે પોતાના ધારાસભ્યો નું સમર્થન ની ઓફર કરતા રાજકીય માહોલ ગરમાયો છે ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે આરોગ્ય વિભાગની પૂરક માંગણી પરની ચર્ચા દરમિયાન કહ્યું કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઘણું સારું કામ કરે છે અને તેમને અમારો ટેકો છે, જો તેઓ 15 ધારાસભ્યો લઈને આવે તો મુખ્યમંત્રી બનાવવા અમારો ટેકો છે.
જો કે વિરજી ઠુમ્મરની ટિપ્પણી પર ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વળતો જવાબ આપતા ટકોર કરી વિરજીભાઈ ગત વખતે તમારા 12 ધારાસભ્યો જતા રહ્યા હતાં. એટલે તે ચિંતા કર્યા વગર પહેલા તમારું ઘર સંભાળો. આ દરમિયાન શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ પ્રદિપસિંહ સપોર્ટમાં આવ્યા હતા અને કોંગ્રેસના સભ્યોને સ્પષ્ટ સંભળાવ્યું હતું કે નીતિનભાઈ સાથે આખું મંત્રી મંડળ અને આખું ભાજપ છે,અલગ સંદર્ભમાં વાત જોડવી યોગ્ય નથી અત્રે ઉલ્લેખનીય છે કે
આ અગાઉ29 ફેબ્રુઆરીએ વિશ્વ ઉમિયાધામ દ્વારા બનાવવામાં આવી રહેલા મા ઉમિયા મંદિરના શિલાન્યાસ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, જ્યાં પહોંચ્યો છું ત્યાં એમને એમ અહીં નથી પહોંચાતું તમે ટીવીમાં જોતા જ હશો, છાપામાં જોતા જ હશો પૂછો અમારા ધારાસભ્યોને એક બાજુ બધા ને એકબાજુ હું એકલો, એ ઉમિયા માતાના આશીર્વાદ છે. આ લોહી બોલે છે, તમારા બધાના સહયોગથી બોલું છું. પક્ષના કાર્યકર તરીકે બોલું છું. મને માતાજીના એટલા આશીર્વાદ છે કે બધી જગ્યાએ મને યાદ આવવાનું યાદ આવી જ જાય છે. બીજા લોકોને ઘણાને નથીયે ગમતું, કે ભૂલાવવા મથીએ છીએ પણ નીતિનભાઈ ભૂલતા નથી. બસ આજ નિવેદન ને ધ્યાને રાખીને વિરજી ઠુમરે આ નિવેદન આપ્યું હોવાનું મનાય રહયુ છે.
