ગુજરાત હવે ઓટો મોબાઇલ નું હબ ગણાય રહ્યું છે અને ટેક્નોલોજી માં હરણ ફાળ ભરી રહ્યું છે હવે ગુજરાત માં ફ્લાઈંગ કાર નું ઉત્પાદન શરૂ થનાર છે. સી.એમ. રૂપાણીએ ડચ કંપનીના સીઈઓ રોબર્ટ ડીંજમેંસેને રાજ્યમાં રોકાણ માટે આમંત્રણ આપ્યું હતું. જે એક સમ્મઈટમાં હાજરી આપવા ગયેલ, ડીંજેમેંસે તેમના આમંત્રણના જવાબમાં જણાવ્યું કે વર્ષ ૨૦૨૧ સુધીમાં ભારતમાં ઉડતી કાર બનાવવા સાથે વેચી પણ શકશે.
ડચ કંપની પાલ-વી ગુજરાત રાજ્યમાં તેમની ખાસ પ્રકારની ડિઝાઈન કરેલી ઉડતી કારનું ઉત્પાદન શરૂ કરવાની શક્યતા જણાવી રહ્યા છે. સી.ઈ.ઓના જણાવ્યા પ્રમાણે ૨૦૨૧ સુધીમાં ઊડતી કાર બનાવવાની આશા છે, આ વર્ષની શરૂઆતમાં ગાંધીનગરમાં આયોજીત વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં હાજર રહેલ ડચ પ્રતિનિધિ મંડળમાં, ડીંજેમેંસ પણ હાજર હતા. તેમણે ૨૦૨૧ સુધીમાં ઉડતી કાર બનાવવાની અને તેને ભારતમાં તેને સફળતાપૂર્વક વેચવાની આશા પણ વ્યક્ત કરી હતી. ડચ ફ્લાઈંગ કાર મેન્યુફેક્ચરર કંપનીએ આ ક્ષેત્રમાં કુશળ ભાગીદારના સહયોગથી ભારતમાં કારના ઉત્પાદન કરી શકાશે એવું કહીને આ બાબતની વિગતે ઘોષણા કરી છે , ઊડતી કાર નું અંતરરાષ્ટ્રીય સ્તરે વેચાણ પણ કરવામાં આવનાર છે ,આવતા વર્ષે ગુજરાતમાં બનેલી ઊડતી કાર યુએસ-યુરોપમાં એક્સપોર્ટ થાય તેવી શક્યતા છે. ઊડતી કાર બનાવતી ડચ કંપની પાલ-વી મોટર્સે સરકાર સાથે એમઓયુ સાઇન કર્યાં છે. કંપની અંદાજે 20 હજાર કરોડનું રોકાણ આ પ્લાન્ટ માટે સાણંદ અથવા વિઠલાપુરથી હાંસલપુર વચ્ચે કરશે. નાના પ્લેનમાં હોય તેવાં રોટેક્સ એન્જિનનો ઉપયોગ આ કારમાં કરાશે.
કંપનીના વાઇસ પ્રેસિડેન્ટે કહ્યું કે યુરોપ, યુએસમાંથી 110 કારના ઓર્ડર પણ મળી ગયા છે. કારની ખાસિયત એ છે કે તે ૩ મિનિટમાં હવામાં ઊડતી કારની ગતિ પકડી લેશે. એકવાર ટેન્ક ફુલ કરાયા બાદ તે 500 કિમીનું અંતર કાપી શકશે. આમ ભારત માં ગુજરાત થી ઊડતી કારો ના ઉત્પાદન ની શરૂઆત થશે.
