એક સમયે ગુનેગારો જેઓના નામ માત્ર થી કંપતા હતા તેવા ગુજરાત પોલીસખાતા ની શાન ગણાતા એમએમ ઝાલા ઉર્ફે ‘જંજીરવાલા ઝાલા’ના ઉપનામ મેળવનાર જાંબાઝ પોલીસ અધિકારી એમ.એમ ઝાલાનું 90 વર્ષ ની વયે નિધન થયું છે. આ ખબર વહેતી થતા પોલીસબેડામાં અને રાજપૂત સમાજમાં શોકની લાગણી પ્રસરી હતી તેઓએ ભાવનગરની શામળદાસ કોલેજમાં અભ્યાસ કર્યો હતો અને વર્ષ 1956માં સૌરાષ્ટ્ર રાજ્યમાંથી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની સીધી ભરતીમાં પોલીસખાતા માં કારકિર્દી શરૂ કરી હતી ત્યારબાદ નાસિક પોલીસ ટ્રેનિંગ કોલેજમાં તાલીમ પૂર્ણ કરી પ્રથમ ક્રમ મેળવ્યો હતો અને વર્ષ 1958માં વડોદરાથી પોસ્ટિંગ લઈ ફરજ ઉપર હાજર થયા હતા. તેઓ કચ્છ અને જામનગર ACBમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે. 1968માં હૈદરાબાદ ડિટેકટિવ ટ્રેનિંગ સ્કૂલમાં પોલીસ પરીક્ષામાં પ્રથમ ક્રમે આવીને દેશભરમાં ખ્યાતિ મેળવી હતી. 1968માં તેમને પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી મળી હતી અને ત્યારબાદ 1990માં તેઓ DSP તરીકે નિવૃત્ત થયા હતા. સાથે સાથે રાજપૂત વિદ્યાસભાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. જંજીરવાલા ઝાલા નું નામ એક સમયે ગુજરાત માં ગૌરવ થી લેવાતું હતું અને પ્રજા માટે પોલીસ ની જવાબદારી સુપરે નિભાવી હતી. એમ.એમ.ઝાલાને 1973માં અમદાવાદ શહેરમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું ત્યારે 5 વર્ષ સુધી અમદાવાદમાં રથયાત્રા, વિદ્યાર્થી આંદોલન,કોમી તોફાન અને રોટી રમખાણ વખતે પોલીસ ડિપાર્ટમેન્ટ નું નામ ઉંચુ કરે તેવી જવાબદાર ફરજ બજાવી હતી. જેને કારણે લોકોમાં તેઓનું નામ ‘જંજીરવાલા ઝાલા’પડયું હતું અને ગુનેગારો તેમના નામ માત્ર થી ધ્રુજતા હતા જ્યારે તેઓ નું પોરબંદરમાં પોસ્ટિંગ થયું ત્યારે ગેંગસ્ટરો એરિયા છોડીને ભાગી ગયા હતા.વર્ષ 1978માં જ્યારે પોરબંદરમાં ગેંગવોર ફાટી નીકળી હતી અને બે કોમ સામસામે આવી ગઈ હતી અને પોલીસ ને ગણકાર્યા વગર ખુલ્લેઆમ હથિયારો સાથે ફાયરિંગ કરી કરી ભય ફેલાવતી હતી ત્યારે તેવા માથાભારે લોકો સામે ભીડીને તેઓની હવા કાઢી નાખી હતી, તેઓને ગેંગવોરને ડામી દેવા માટેજ સ્પેશ્યલ પોરબંદરમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું. પોસ્ટિંગ આપતા જ ગેંગસ્ટરોમાં ભય ફેલાયો હતો અને ગેંગસ્ટરો જિલ્લો છોડી ભાગી ગયા હતા.
‘જંજીરવાલા ઝાલા’કાલાવડના બાલંભડીમાં દીપડા સાથે બાથ ભીડી ઠાર કર્યો હતો 1980માં તેઓને DSP તરીકે બઢતી મળી હતી. ‘જંજીરવાલા ઝાલા’ને જામનગર જિલ્લામાં DSP તરીકે મુક્યા હતા.તે સમયે કાલાવડ તાલુકાના બાલભંડી ગામની સીમમાં દીપડાએ હુમલો કરતા ‘જંજીરવાલા ઝાલા’એ બહાદુરીથી દીપડા સાથે બાથભીડી દીપડાને નીચે પાડી ઠાર કરીને પ્રજા માં ફેલાયેલા ભય ને દૂર કર્યો હતો .તેમના જીવન પરથી ‘અગ્નિકાલ’ નામની ફિલ્મ પણ બની હતી.
વર્ષ 1990માં રીલિઝ થયેલી રાજ બબ્બર અને જીતેન્દ્ર સ્ટારર તેમજ અબ્બાસ-મસ્તાન નિર્દેશિત ‘અગ્નિકાલ’માં રાજ બબ્બરે તેમના જીવન ઉપર એસ.પી. ‘જંજીરવાલા’નો રોલ કર્યો હતો અને આ ફિલ્મ જેતે સમયે સત્ય ઘટના આધારિત હોઇ ખૂબ ચાલી હતી. ઝાલા નું જૈફ વયે અવસાન થતાં રાજપૂત સમાજ માં ગમગીની ફેલાઈ ગઇ હતી.આમ તેઓ પોલીસખાતા માં એક બાહોશ અધિકારી તરીકે ની છાપ છોડી ગયા છે. રાજપૂત સમાજ દ્વારા ઝાલા બાપુ ને ઠેરઠેર શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
